મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં 3.50 લાખની લૂંટના ગુનામાં પકડાયેલ આરોપીના શરતોને આધીન જામીન મંજૂર


SHARE













મોરબીમાં 3.50 લાખની લૂંટના ગુનામાં પકડાયેલ આરોપીના શરતોને આધીન જામીન મંજૂર

મોરબીના શનાળા ગામે વેપારી સાથે ઝપાઝપી કરીને રોકડા રૂપિયા સાડા ત્રણ લાખની લૂંટ કરવામાં આવી હતી જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હતી અને આ બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે પોલીસે લૂંટમાં ગયેલ રકમ સાથે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી અને ત્યાર બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ તેની જામીન અરજી વકીલ મારફતે મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને જમીન મંજૂર કર્યા છે.

મોરબીના સનાળા ગામે રહેતા ઘનશ્યામભાઈ સુરાણી પોતાની દુકાનેથી મંગળવારે રાતે સાડા નવ વાગ્યે ઘરે જતાં હતા ત્યારે તેના ધંધા માટે રૂપિયાની જરૂર હતી જેથી તેઓએ તેના મિત્ર પાસેથી 4 લાખ રૂપિયા લીધેલા હતા જેમાંથી બજરંગ પાન વાળા કેતનભાઇને તેઓએ 30,000 રૂપિયા આપ્યા હતા અને 20,000 રૂપિયા પોતાના ખિસ્સામાં રાખ્યા હતા જોકે, સાડા ત્રણ લાખ રૂપિયા થેલામાં રાખીને જતાં હતા તેની ગામમાં જ રહેતા વિશાલ રબારી દ્વારા લૂંટ કરવામાં આવી હતી. જેની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ હતી જેના આધારે પોલીસે આરોપી વિશાલ વેલજીભાઇ આલ રહે, શનાળા વાળાની ધરપકડ કરીને તેની પાસેથી લૂંટમાં ગયેલ 3.50 લાખ કબ્જે કર્યા હતા અને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટમાં આરોપી દ્વારા તેમના વકીલ મારફતે જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલો ધ્યાને લઈને આરોપીને શરતોને આધીન જામીન પર મુકત કરવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કામે આરોપી વિશાલ રબારી તરફે મોરબીના સીનીયર વકીલ જીતેન્દ્રસિંહ આર.જાડેજા (જીતુભા) અને મયુર પુજારા રોકાયેલ હતા.




Latest News