મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

રાજકોટથી મોરબી થઈને ભુજ સુધી આવવા જવા માટે સપ્તાહમાં ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે


SHARE











રાજકોટથી મોરબી થઈને ભુજ સુધી આવવા જવા માટે ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ અને ભુજ વચ્ચે ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન નંબર ૦૯૫૪૫ રાજકોટ-ભુજ સ્પેશિયલ ૨૯ જુલાઈથી ૨૭ સપ્ટેમ્બર સુધી રાજકોટથી દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે રાત્રે ૨૨.૩૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે ૦૫.૦૦ વાગ્યે ભુજ પહોંચશે. તેવી જ રીતે, રિટર્નમાં ટ્રેન નંબર ૦૯૫૪૬ ભુજ-રાજકોટ સ્પેશિયલ ૩૦ જુલાઈથી ૨૮ સપ્ટેમ્બર સુધી ભુજથી દર બુધવાર, શુક્રવાર અને રવિવારે રાત્રે ૨૩.૧૫ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે ૦૫.૫૦ વાગ્યે રાજકોટ પહોંચશે.

આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં મોરબી, દહિંસરા, માળિયા-મિયાણા, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ, આદિપુર અને અંજાર સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં એસી ૨ ટિયર, એસી ૩ ટિયર, સ્લીપર અને સામાન્ય શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે. ટ્રેન નંબર ૦૯૫૪૬/૦૯૫૪૫ માટેનું બુકિંગ ૨૬ જુલાઈ, ૨૦૨૫ થી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી (IRCTC) વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને કોચની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.






Latest News