મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા બોક્ષ ક્રિકેટ લીગનું આયોજન


SHARE









મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા બોક્ષ ક્રિકેટ લીગનું આયોજન

મોરબીની પી.જી.પટેલ કોલેજ પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા તથા આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટના  નેતૃત્વમાં  અભ્યાસની સાથે વિધાર્થીઓના બહુઆયામી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે જે અંતર્ગત વિધાર્થીઓએ રમત ગમતમાં પણ રસ રૂચી ધરાવે તેવા ઉમદા આશયથી તા ૨૫ થી ૩૬-બોક્ષ ક્રિકેટ ખાતે બોક્ષ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બોક્ષ ક્રિકેટ લીગમાં અલગ અલગ ફેકલ્ટીના વિવિધ વિધાર્થીઓની કુલ ૨૫ થી વધુ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કુલ ૩ રાઉન્ડ અને ત્યાર બાદ ક્વાટર ફાઈનલ, સેમી ફાઈનલ તથા અંતમાં ફાઈનલ મેચ રમાડવામાં આવી હતી. ફાઈનલ મેચમાં BBA SEM-3 અને BBA SEM-1 વચ્ચે રોમાંચક મેચ બની હતી જેમાં BBA SEM-૩ની ટીમ વિજેતા બની હતી. દરેક મેચમાં પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યા હતા અને અંતિમ વિજેતા ટીમને ટ્રોફી આપીને સન્માનિત કરાયા હતા. આ તકે સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફ દ્વારા વિજેતા ટીમના તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.




Latest News