મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર ગામ પાસે કારખાને પાર્સલ આપવા ગયેલા કુરિયર વાળાને કારખાનેદારે ઝાપટો મારીને આપી મારી નાખવાની ધમકી


SHARE

















ટંકારાના વીરપર ગામ પાસે કારખાને પાર્સલ આપવા ગયેલા કુરિયર વાળાને કારખાનેદારે ઝાપટો મારીને આપી મારી નાખવાની ધમકી

ટંકારાના વીરપર ગામની સીમમાં આવેલ કારખાને કુરિયર આપવા માટે ગયા હતા ત્યારે ઓફિસ બંધ હોવાથી ઓફિસ પાસે પાર્સલ મૂકીને કુરિયર વાળા જતા રહ્યા હતા જે બાબતનો ખારાખીને કારખાનેદાર દ્વારા કુરિયર આપવા આવેલ યુવાને સહિત બે વ્યક્તિઓને ગાળો આપવામાં આવી હતી અને ઝાપટો મારવામાં આવી હતી તેમજ હવે પછી ભૂલ કરશો તો જીવતા નહીં રહેવા દઉં તેવી ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કારખાનેદાર સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મૂળ સુરતમાં રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર 405 માં રહેતા શ્રીકાંતભાઈ વાસુદેવભાઈ વૈષ્ણવ (46)હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શ્રેયા ઘડિયાળના કારખાનાના માલિક રાકેશભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વીરપર ગામની સીમમાં ટંકારા-મોરબી રોડ ઉપર આવેલ મહેન્દ્રાના શોરૂમની પાછળના ભાગમાં શ્રેયા ઘડિયાળનું કારખાનું આવેલ છે અને ત્યાં ફરિયાદી તથા સાહેઆરોપીના કારખાને કુરિયર પાર્સલની ડીલેવરી લેવા દેવા માટે આવતા જતા હોય છે દરમિયાન ફરિયાદી અને સાહેને આરોપીએ કહ્યું હતું કે પરમ દિવસે તમો પાર્સલ કેમ ઓફિસની બહાર મૂકીને જતા રહ્યા હતા જેથી ફરિયાદીએ કહ્યું હતું કે તમોને પાર્સલ તો મળી ગયેલ છે ને તેમ કહેતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને ફરિયાદી તથા સાહેને ગાળો આપીને ઝાપટો મારી હતી જેથી કરીને ફરિયાદીને કાનના ભાગે ઇજા થયેલ છે અને સાહેને મુંઢ ઇજા થઈ હતી અને આરોપીએ ફરિયાદીને ધમકી આપી હતી કે, “હવે પછી ભૂલ કરશો તો જીવતા નહીં જવા દઉં” જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News