મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના લુણસર ગામે જુગાર રમતા 3 પકડાયા: મોરબી-માળીયામાં વરલીના આંકડા લેતા બે પકડાયા


SHARE













વાંકાનેરના લુણસર ગામે જુગાર રમતા 3 પકડાયા: મોરબી-માળીયામાં વરલીના આંકડા લેતા બે પકડાયા

વાંકાનેરના લુણસર ગામે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ શખ્સ જુગાર રમતા મળી આવ્યા હતા અને મોરબી તેમજ માળીયામાં વરલી જુગારની બે રેડમાં વરલીના આંકડા લેતા બે શખ્સ મળી આવ્યા છે. જેથી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેરના લુણસર ગામે ઉગમણા ઝાપા વિસ્તારમાં જુના અવેળા પાસે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા લાલજીભાઈ કુકાભાઈ લાલુકિયા (40), પંકજભાઈ ખીમજીભાઇ વાટુકિયા (34) અને દિનેશભાઈ ખીમજીભાઇ ધોરીયાણી (45) રહે. બધા લુણસર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 5,200 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે.

વરલી જુગાર

મોરબીના મકરાણીવાસમાં મદીના ચોક પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા અબ્દુલકાદરી ઓસમાણભાઈ દરજાદા (36) રહે, મકરાણીવાસ મોરબી વાળો મળી આવતા પોલીસે 520 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન આરોપી અસલમ ઉર્ફે સલમાન ઓસમાણભાઈ દરજાદા રહે. મકરાણીવાસ મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધાયો છે

વરલી જુગાર

માળીયા મીયાણાના વાગડીયા ઝાપાથી કન્ટેનર તરફ જવાના રસ્તા ઉપર વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી લ્લીમામદ કરીમભાઈ મોવર (30) રહે. ગેબનશાપીરની દરગાહ પાસે માળિયા મીયાણ વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 420 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News