હળવદના સુંદરીભવાની ગામ પાસેથી 300 લિટર દારૂ ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો, બેની શોધખોળ
SHARE








હળવદના સુંદરીભવાની ગામ પાસેથી 300 લિટર દારૂ ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો, બેની શોધખોળ
હળવદ તાલુકાના સુંદરીભવાની ગામ પાસેથી બોલેરો પિકઅપ ગાડી પસાર થઈ રહી હતી ત્યારે તે બોલેરો ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી તેમાંથી 300 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી દારૂ અને ગાડી મળીને 5.60 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને એક આરોપીની હાલમાં ધરપકડ કરવામાં આવેલ છે જોકે, બે શખ્સોના નામ સામે આવ્યા હોય ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી પોલીસે બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે હળવદ તાલુકાના સુંદરીભવાની ગામ પાસે વોચ રાખવામા આવી હતી ત્યારે ત્યાંથી પસાર થતી બોલેરો પીકઅપ ગાડીને રોકવામાં આવી હતી અને તે ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી 300 લીટર દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 60,000 ની કિંમતનો દારૂ તથા 5 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 5.60 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી મહેશ ઉર્ફે મયલો ધીરુભાઈ વાઘેલા રહે. ચુપણી તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન માલા આપનાર સંજયભાઈ હસમુખભાઈ કોળી રહે જોકડા (ભવાનીગઢ) તાલુકો મુળી અને માલ મંગાવનાર મિતુલ નામના બે શખ્સોના નામ સામે આવ્યા હોય હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ ત્રણ શખ્સની સામે ગુનો નોંધીને બાકીના બે આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.
