મોરબીના બરવાળા-કુલીનગરમાં જુગારની બે રેડ: બે મહિલા સહિત 10 વ્યક્તિ પકડાયા
હળવદના ભલગામડામાં જુગારની રેડ પડતાં નાશભાગ: બે શખ્સ પકડાયા, આઠ નાશી ગયા
SHARE








હળવદના ભલગામડામાં જુગારની રેડ પડતાં નાશભાગ: બે શખ્સ પકડાયા, આઠ નાશી ગયા
હળવદ તાલુકાના ભલગામડા ગામે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમી રહેલા શખ્સોમાં નાશભાગ મચી ગઈ હતી જોકે પોલીસ સ્થળ ઉપરથી બે શખ્સની 3980ની રોકડ સાથે ધરપકડ કરેલ છે અને નાસી છૂટેલા 8 શખ્સોને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
હળવદ તાલુકા પોલીસની ટીમ દ્વારા ભલગામડા ગામે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર જુગાર રમી રહેલા શખ્સોમાં નાશભાગ મચી ગઈ હતી જોકે પોલીસે સ્થળ ઉપરથી ભરતભાઈ હેમુભાઈ ચૌહાણ (30) અને રમેશભાઈ મહાદેવભાઇ દેત્રોજા (38) રહે. બંને ભલગામડા વાળાની 3980 ની રોકડ સાથે ધરપકડ કરેલ છે અને પોલીસને જોઈને નાસી છૂટેલા શખ્સોમાં રમેશ ઉર્ફે પોપટ વજાભાઈ લીલાપરા, ધીરજભાઈ રાજુભાઈ દેત્રોજા, પ્રકાશભાઈ કેશાભાઈ દેત્રોજા, જગદીશભાઈ સિંધાભાઈ દેત્રોજા, નિલેશભાઈ ખુમાણભાઈ કાંજીયા, જીવણભાઈ છેલાભાઈ ઉઘરેજા, લાલાભાઇ પ્રવીણભાઈ કુંભાર અને ગણેશભાઈ સુરાભાઈ દેત્રોજા રહે. બધા ભલગામડા વાળાના નામ સામે આવ્યા હોય હાલમાં 10 શખ્સો સામે જુગારનો ગુનો નોંધાયો છે અને બાકીના આઠ શખ્સોને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
બેલા નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી
મોરબીના બેલા ગામની સીમમાં આવેલ શંભુ હોમ ડેકોર કારખાના બહાર ખરેડા ગામના રહેવાસી રવજીભાઈ ધીરુભાઈ ડાભી (45)એ પોતાનું બાઈક નંબર જીજે 36 એએમ 8135 પાર્ક કરીને મૂક્યું હતું જે 50,000 રૂપિયાની કિંમતના બાઈકને કોઈ અજાણ્યા શક્તિ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે વાહન ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
