મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ-હડમતીયા રોડે આઇસરના ચાલકે બાઇકને હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જઇ રહેલા યુવાનનું મોત


SHARE









ટંકારાના લજાઈ-હડમતીયા રોડે આઇસરના ચાલકે બાઇકને હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જઇ રહેલા યુવાનનું મોત

ટંકારાના લજાઈથી હડમતીયા તરફ જવાના રોડ ઉપર આવેલ કારખાના પાસે વળાંકમાં આઇસરના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને તે બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા યુવાનને માથા, હાથે, પગે એને શરીરને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભત્રીજાએ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇસર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામના રહેવાસી અને હાલમાં ચોટીલામાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતા કરણભાઈ ગુલાબભાઈ કટોસણીયા (28)એ આઇસર નંબર જીજે 36 ટી 5523 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તે જણાવ્યું છે કે તેઓના કાકા કલ્પેશભાઈ રાજાભાઈ કટોસણીયા (23) મોરબી ખાતે તેઓના સસરાના ઘરેથી મોટી મોલડી ગામે બાઈક લઈને માતાજીના મંદિરે દર્શન કરવા માટે તેને જઈ રહ્યા હતા ત્યારે લજાઈ હડમતીયા રોડ ઉપર આવેલ વેલ્યુ કારખાના સામે વળાંકમાં આઇસરના ચાલકે ફરિયાદીના કાકાના બાઇક નંબર જીજે 12 સીઇ 0451 ને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ફરિયાદીના કાકાને માથા, હાથમ પગ અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના ભત્રીજાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News