મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના બરવાળા-કુલીનગરમાં જુગારની બે રેડ: બે મહિલા સહિત 10 વ્યક્તિ પકડાયા


SHARE









મોરબીના બરવાળા-કુલીનગરમાં જુગારની બે રેડ: બે મહિલા સહિત 10 વ્યક્તિ પકડાયા

મોરબી તાલુકાના બરવાળા ગામે રબારીવાસમાં અને મોરબીના કુલીનગરમાં જુગારની બે રેડ કરી હતી ત્યારે બે મહિલા સહિત કુલ મળીને 10 વ્યક્તિ જુગાર રમતા મળી આવ્યા છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

મોરબી તાલુકાના બરવાળા ગામે રબારીવાસમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સંતોષભાઈ ગગજીભાઈ દેલવાણીયા (35) રહે. બરવાળા રાયધનભાઈ પ્રેમજીભાઈ કુંઢીયા (32) રહે. ભીમસર મોરબી, મુકેશભાઈ બાબુભાઈ દેલવાણીયા (34) રહે. બરવાળા, ખેતાભાઇ પ્રેમજીભાઈ કુંઢીયા (37) રહે. ભીમસર મોરબી, અનિલભાઈ બંસીભાઇ દેલવાણીયા (24) રહે. બરવાળા, વિપુલભાઈ રઘુભાઈ મંદરીયા (22) રહે. ભીમસર મોરબી અને વિશાલ મુકેશભાઈ કુંઢીયા (19) રહે. ભિમસર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 26,600 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારાનો ગુનો નોંધાયો છે આવી જ રીતે મોરબીના કુલીનગરમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ફાતમાબેન ઈસુભાઈ મોવર (43), હંસાબેન ગુલાબભાઈ જોગેલ (45) અને સતિષભાઈ મગનભાઈ દેવરીયા (42) રહે. બધા વીસીપરા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય 5760 ની રોકડ સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી.




Latest News