મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

વિડીયો વાઇરલ થયા બાદ કાર્યવાહી !: મોરબીના ગુંગણ ગામે દેશી દારૂની ભઠ્ઠી રેડ, 460 લિટર આથો-15 લિટર દારૂ સાથે 3 પકડાયા


SHARE













વિડીયો વાઇરલ થયા બાદ કાર્યવાહી !: મોરબીના ગુંગણ ગામે દેશી દારૂની ભઠ્ઠી રેડ, 460 લિટર આથો-15 લિટર દારૂ સાથે 3 પકડાયા

મોરબીના ગુંગણ ગામની સીમમાં મંદિરની પાછળ નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં ગઈકાલે વાયરલ થયો હતો અને ત્યારબાદ તાત્કાલિક પોલીસ દોડતી થઈ હતી ને જે સ્થળનો વિડીયો વાયરલ થયો હતો ત્યાં રેડ કરીને સ્થળ ઉપરથી 460 લીટર દેશી દારૂ બનાવવા માટેનો આથો તથા 15 લીટર તૈયાર દેશી દારૂ અને અન્ય મુદ્દામાલ મળીને 13,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી પોલીસે સ્થળ ઉપરથી ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના ગ્રામ્ય વિસ્તારો તથા ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારોમાં છૂટથી દેશી દારૂનું વેચાણ થતું હોય તેવા વિડિયો અવારનવાર સામે આવતા હોય છે તેવામાં ગઈકાલે સાંજથી મોરબીના ગુંગણ ગામની સીમમાં મંદિરની પાછળના ભાગમાં આવેલ નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારબાદ તાલુકા પોલીસની ટીમ દોડતી થઈ હતી અને સ્થળ ઉપર દારૂની રેડ કરવામાં આવતા ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવતો 460 લિટર આથો તથા 15 લીટર તૈયાર દેશી દારૂ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ 13,500 નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને સ્થળ ઉપરથી પોલીસે મહેશભાઈ દિનેશભાઈ સાતોલા (21) અને સિધ્ધરાજભાઈ નાનજીભાઈ દેગામા (31) રહે બંને ગુંગણ તથા શૈલેષભાઈ મનજીભાઈ કુંવરિયા (20) રહે. નવા ધરમપુર વાળાની ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગાહી કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનિય છે કે મોરબીમાં જ્યારે જ્યારે સોશિયલ મીડિયામાં દેશી દારૂના વિડીયો વાયરલ થાય કે સ્ટંટબાજીના વિડીયો વાયરલ થાય ત્યારબાદ પોલીસ તાત્કાલિક દોડતી થાય છે અને કાર્યવાહી કરે છે પરંતુ મૂળ જે કામગીરી તેમને કરવાની હોય છે તે સમયસર શા માટે કરવામાં આવતી નથી અને જે જગ્યા ઉપર દેશી દારૂના હાટડા ખુલ્લેઆમ ચાલે છે ત્યાં જઈને લોકો વિડીયો બનાવીને વિડીયો વાયરલ કરે ત્યાર પછી જ કેમ દોડે છે તે પણ એક તપાસનો વિષય છે.

10 બીયરના ટીન કબ્જે, આરોપીની શોધખોળ

મોરબી તાલુકાના નવા સાદૂળકા ગામે રહેતા મયુરભાઈ માણસુરિયાના મકાન પાસે બાવળની જાળીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુદી જુદી બ્રાન્ડના કુલ મળીને 10 બિયરના ટી મળી આવ્યા હતા જેથી પોલીસે 1,560 ની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને જો કે, આરોપી મયુરભાઇ ઉર્ફે વીપુલભાઇ મોહનભાઇ માણસુરીયા સ્થળ ઉપર હાજર ણ હોવાથી પોલીસે તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News