હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

હળવદ માળીયા હાઇવે ઉપર ટ્રેક ટ્રેલર સાથે કાર અથડાતાં યુવાનનું મોત, એકને ઇજા


SHARE































હળવદ માળીયા હાઇવે ઉપર ટ્રેક ટ્રેલર સાથે કાર અથડાતાં યુવાનનું મોત, એકને ઇજા

હળવદ માળીયા હાઇવે રોડ ઉપર આવેલો હોટલ સામેથી યુવાન કાર લઈને જઈ રહ્યો હતો દરમિયાન કાર ટ્રક ટ્રેલર સાથે અથડાતા અકસ્માત થયો હતો જે બનાવમાં કારમાં બેઠેલ બે વ્યક્તિને ઇજા થયેલ હતી દરમ્યાન બે પૈકીનાં એક યુવાનને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને કાર ચલાવી રહેલા યુવાને પેટ અને શરીરમાં ઇજા થવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના કૌટુંબિક ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ કરી છે

હળવદ શહેરમાં સરા રોડ ઉપર આવેલ ચંદ્રપાર્ક સોસાયટીમાં રહેતા અમૃતભાઈ મોહનભાઈ મોટકા (69) એ હાલમાં કાર નંબર જીજે 36 એલ 6415 ના ચાલક મેહુલભાઈ રમણીકભાઈ મોટકા રહે.ઉમિયા પાર્ક હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, હળવદ માળીયા હાઈવે રોડ પર આવેલ હોટલ વનવગડો સામેથી આરોપી પોતાના હવાલા વાળી કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે માળીયાથી હળવદ તરફ આવી રહેલ ટ્રક ટ્રેલર નંબર જીજે 39 ટીએ 1520 સાથે આરોપીએ તેની કાર અથડાવી હતી જેથી કારમાં બેઠેલ ફરિયાદીના કૌટુંબિક ભાઈ કેતનકુમાર હરજીવનભાઈ પટેલ (43) ને શરીરે ગંભીર ઇજા થયેલ હોવથી તેનું મોત નીપજયું હતું અને જ્યારે ફરિયાદીને ડાબા પગમાં ફેક્ચર તેમજ પેટમાં અને શરીરે ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવમાં ભોગ બનેલ યુવાનના કૌટુંબિક ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.












Latest News