મોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન
મોરબી જલારામ મંદિરે સોમવારે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
SHARE








મોરબી જલારામ મંદિરે સોમવારે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
મોરબી જલારામ મંદિરે આગામી ૪ તારીખે ઘુંટું ગામના અગ્રણી પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીના ૪૬ કેમ્પમા કુલ ૧૩૩૪૩ લોકોએ લાભ લીધો છે અને ૬૦૭૪ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવેલ છે.
સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪ ને સોમવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન ઘુંટું ગામ ના અગ્રણી પરિવાર ના સહયોગથી રામભરોસે કેમ્પ યોજાશે. જેમાં જાણીતા ડોક્ટર સેવા આપવામાં આવશે. અને કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. આ કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી- ૯૮૨૫૦૮૨૪૬૮, નિર્મિતભાઈ કક્કડ- ૯૯૯૮૮૮૦૫૮૮, હરીશભાઈ રાજા-૯ ૮૭૯૨૧૮૪૧૫, અનિલભાઈ સોમૈયા- ૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.
