વાંકાનેર તાલુકા પોલીસે કારનો પીછો કરીને દારૂ ભરેલ કાર સાથે એક શખ્સને દબોચી લીધો: 5.15 લાખનો મુદામાલ કબ્જે
SHARE








વાંકાનેર તાલુકા પોલીસે કારનો પીછો કરીને દારૂ ભરેલ કાર સાથે એક શખ્સને દબોચી લીધો: 5.15 લાખનો મુદામાલ કબ્જે
વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ પાસે વાંકાનેર તાલુકા પોલીસની ટીમે વોચ ગોઠવી હતી ત્યારે મળેલ બાતમી મુજબની કાર ત્યાંથી નીકળી હતી જેથી પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો જો કે ,કાર ચાલક કાર લઈને નાશી ગયો હતો જેથી કારનો પીછો કરીને દેશી દારૂ ભરેલ કાર સહિત બે શખ્સને પકડવામાં આવ્યા હતા અને 5.15 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રેટા કાર નંબર જીજે 12 ડીએમ 7075 માં દેશી દારૂની હેરફેરી કરવામાં આવી રહી હોવાની માહિતી મળી હતી જેથી કરીને વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી તેવામાં મળેલ બાતમી મુજબની કાર નીકળી હતી જેને રોકવા માટેનો પ્રયાસ કર્યો હતો ત્યારે કાર ચાલકે તેની કારને ભગવી મૂકી હતી જેથી પોલીસે કારણો પીછો કરીને વાંકાનેર સીટી જકાતનાકા પાસે કારને આંતરી લીધી હતી અને કારને ચેક કરી હતી ત્યારે તેમાંથી 525 લિટર દેશીદારૂ મળી આવેલ હતો જેથી કરીને 1.05 લાખનો દારૂ અને 4 લાખની કિંમતની કાર અને બે મોબાઈલ આમ કુલ મળીને 5.15 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને આરોપી અલ્પેશ રમેશભાઈ જીંજરિયા અને રાજુ જયંતિલાલ કગથરા નામના બે શખ્સને પકડવામાં આવેલ છે અને તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
