મોરબીમાં જુગારની બે રેડ: 8 શખ્સો 25,400 ની રોકડ સાથે ઝડપાયા
SHARE








મોરબીમાં જુગારની બે રેડ: 8 શખ્સો 25,400 ની રોકડ સાથે ઝડપાયા
મોરબી શહેરમાં સર્કિટ હાઉસની સામેના ભાગમાં આવેલ ભારતપરા અને મફતિયાપરા વિસ્તારમાં જુગારની જુદી-જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને 8 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી કુલ મળીને 25,400 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝનમાં જુગારના બે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના સર્કિટ હાઉસ સામે આવેલ મફતિયાપરા વિસ્તારમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર જુગાર રમતા ધર્મેન્દ્રભાઈ જગદીશભાઈ ભડાણીયા (20), રવિભાઈ વિભુભાઈ પાટડીયા (20) આસિફભાઇ ઇસ્માઈલભાઈ ચાણિયા (24) અને પાર્થ ઘનશ્યામભાઈ આદરોજા (25) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ₹13,100 ની રોકડ કબજે કરી હતી. આવી જ રીતે જુગારની બીજી રેડ સર્કિટ હાઉસ પાસે આવેલ ભારતપરામાં કરવામાં આવી હતી અને ત્યારે ત્યાં સ્થળ ઉપર જુગાર રમતા જયેશભાઈ સહદેવભાઈ સોલંકી (20), સોયમભાઈ રહીમભાઈ લાધાણી (20), સમીરભાઈ સલીમભાઈ નારેજા (25) અને રવિભાઈ ભરતભાઈ ઠાકોર (27) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ₹12,300 ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારના બંને ગુના નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
