મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડાયેલ આરોપી સાગર ફુલતરીયા રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે: સીઆઇડી હવે કોને ઉપાડશે તેની ચોમેર ચર્ચા
SHARE
મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડાયેલ આરોપી સાગર ફુલતરીયા રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે: સીઆઇડી હવે કોને ઉપાડશે તેની ચોમેર ચર્ચા
મોરબીના ચકચારી જમીન કૌભાંડમાં આરોપી સાગર ફુલતરિયાની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીને મોરબીની કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પણ મેળવ્યા હતા જેના રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે. જો કે, રિમાન્ડ દરમ્યાન કેટલીક મહત્વની માહિતી સીઆઇડી ક્રાઇમની ટિમને મળી હોવાની શક્યતા સેવાઇ રહી છે જેથી હવે આ ગુનામાં સીઆઇડીની ટિમ કોને ઉપાડશે તેની ચોમેર ચર્ચા થઈ રહી છે.
મોરબીના વજેપર ગામે સર્વે નંબર 602 વાળી જમીનનું કૌભાંડ કરવામાં આવ્યું હતું જેની જમીનના મૂળ માલિક ભીમજીભાઇ બેચારભાઈ નકુમએ ફરિયાદ કરી હતી તે ગુનામાં સીઆઇડીની ટીમે છેલ્લે આરોપી સાગર આંબરામભાઈ ફૂલતરિયાની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ માંગ્યા હતા જેથી કોર્ટે આરોપીય ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે રિમાન્ડ શનિવારે પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરીને સીઆઇડીની ટીમે આરોપીને કોર્ટના આદેશ મુજબ જેલ હવાલે કરેલ છે.
ઉલેખનીય છેકે, આ ગુનાની તપાસ સીઆઇડીની ટિમને સોંપવામાં આવી ત્યાં બાદ અત્યાર સુધીમાં આ ગુનામાં આરોપી તરીકે ભરત દેગામા, હેતલબેન ભોરણિયા, સાગરભાઈ સાવધાર અને શાંતાબેન પરમારની પહેલા ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા ત્યાર બાદ સાગર ફૂલતરિયાને પણ આજે જેલ હવાલે કરવામાં આવેલ છે. જો કે, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સીઆઇડીની ટિમની પૂછપરછ દરમ્યાન સાગર ફૂલતરિયા પાસેથી કેટલીક મહત્વની માહિતી સામે આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે જેથી કરીને આ ચકચારી કૌભાંડમાં હવે સીઆઇડીની ટિમ દ્વારા કોને ઉપાડવામાં આવશે તેની જ મોરબીમાં ચોમેર ચર્ચા ચાલી રહી છે.