મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન 
Breaking news
Morbi Today

મોરબીમાં 5.57 કરોડના ખર્ચે એસપી ચોકડીથી આલાપ પાર્ક સુધીનો આઇકોનિક રોડ બનશે


SHARE











 

મોરબીમાં 5.57 કરોડના ખર્ચે એસપી ચોકડીથી આલાપ પાર્ક સુધીનો આઇકોનિક રોડ બનશે

મોરબીમાં એસપી ચોકડીથી આલાપ પાર્ક સુધીના રસ્તાને આઇકોનિક રોડ બનાવવા માટે સરકારમાં દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવેલ છે જેથી કરીને 5.57 કરોડના ખર્ચે તે કામ કરવામાં આવશે જેથી લોકોને ટ્રાફિક સહિતની સમસ્યામાંથી મુક્તિ મળશે.

મોરબી શહેરમાં થોડા દિવસ પહેલા આલાપ પાર્ક વિસ્તારમાં રોડ મુદ્દે થયેલી રજૂઆતને ધ્યાને લઈને મનપા દ્વારા રોડ રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને મનપાની સિવિલ શાખા અને સીટી બ્યુટીફીકેશન શાખા દ્વારા રવાપર ગામે આવેલ એસપી રોડ આસપાસની સોસાયટી, કેનાલ રોડથી લીલાપર રડો સુધી જવા માટે વર્ધમાન એપાર્ટમેન્ટથી આલાપ પાર્કથી લીલાપર સુધી જોડતો રોડ આવેલ છે ત્યાં ટ્રાફિકજામની સમસ્યા ખુબ રહે છે જેથી મોરબીના એસપી ચોકડીથી આલાપ પાર્ક સુધી આઇકોનિક રોડ બનાવવા માટે સરકારમાં દરખાસ્ત મૂકવામાં આવી હતી અને જેને કામને સૈધ્ધાંતિક મંજુરી મળેલ છે જેથી કરીને 5.57 કરોડના ખર્ચે આ કામ કરવામાં આવશે. આ આઇકોનિક રોડમાં 1 મીટર ડીવાઇડર વિથ આઇકોનિક સ્ટ્રીટ લાઈટ, રોડની બન્ને સાઈડ 7 મીટરનો કેરેજ વે સ્ટ્રોમ વોટર લાઈન તથા તેમજ દોઢ મીટરની ફૂટપાથ રાખવામા કરવામાં આવશે






Latest News