મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના બ્રહ્મપુરી સોસાયટીમાં નવનિર્મિત શિવપરિવાર મંદિરનો ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠ મહોત્સવ સંપન્ન


SHARE









મોરબીના બ્રહ્મપુરી સોસાયટીમાં નવનિર્મિત શિવપરિવાર મંદિરનો ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠ મહોત્સવ સંપન્ન

મોરબીમાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે. ત્યારે મોરબીના યુવા બિલ્ડર તરીકે જાણીતા અનન્ય ભોળાનાથ મહાદેવના ભક્ત અને સેવાભાવી સંજયભાઈ રમણીકભાઇ ધોળકિયા પરિવાર દ્વારા મોરબીમાં ત્રીજા શિવપરિવાર મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે.

પ્રથમ મોરબીના વાવડી રોડ પર બાદમાં શ્રદ્ધા પાર્કમાં અને હાલ નવલખી રોડ પર આવેલ બ્રહ્મપુરી સોસાયટીમાં આ સુંદર શિવપરિવાર મંદિર નિર્માણ કરવામાં આવ્યુ છે. જેમાં શિવ, પાર્વતી, ગણેશ સહીત શિવપરિવારની મૂર્તિપ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે. સંજયભાઈ નો સમગ્ર પરિવાર શિવના રંગે રંગાયો છે. મોરબી પંથકમાં વ્યાસ સમાજ સહીત અન્ય સમાજમાં પણ થતા સેવાકાર્યોમાં હંમેશા તન, મન અને ધનથી સહકાર આપતા સંજયભાઈ ધોળકિયા વ્યાસ જ્ઞાતિના ગૌરવમાં વધારો કરતા કાર્યો કરતા હોવાથી શ્રી વ્યાસ પ્રગતિ મંડળ, મોરબીના આગેવાનો સર્વે પ્રવિણભાઇ વ્યાસ, બાબુભાઇ વ્યાસ, વસંતભાઈ વ્યાસ, નિલેશભાઈ વ્યાસ, ડી. જી. વ્યાસ, દિવ્યેશ વ્યાસ સહિતનાઓ દ્વારા પાઘડી પહેરાવી, શાલ ઓઢાડી પુષ્પહાર દ્વારા તેમનું અદકેરૂ સન્માન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, બ્રહ્મસમાજ અગ્રણી ભુપતભાઇ પંડ્યા, અનિલભાઈ મહેતા,  દિલીપભાઈ આદ્રોજા, ભરતભાઈ અમૃતિયા, યશવંતસિંહ રાણા સહીત અગ્રણીઓં ઉપસ્થિત રહ્યા હતા. શાસ્ત્રી આશિષભાઇના આચાર્ય પદે દશ જેટલા ભૂદેવો વિધીમાં જોડાયા હતા.




Latest News