મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન 
Breaking news
Morbi Today

મોરબીના ભાવિ વિકાસને ધ્યાને રાખીને બિલ્ડર્સ એસો.ના પ્રમુખ દ્વારા રોડ-રસ્તા, એફએસઆઈ, ટીપી, ડીપી માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત


SHARE











મોરબીના ભાવિ વિકાસને ધ્યાને રાખીને બિલ્ડર્સ એસો.ના પ્રમુખ દ્વારા રોડ-રસ્તા, એફએસઆઈ, ટીપી, ડીપી માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત

મોરબીના ભાવિ વિકાસમાં અડચણ ઉભી ન થાય તે હેતુસર નવી ટી.પી. સ્કીમો અને ડીપી વહેલી તકે બનાવવામાં આવે અને નવી મહાપાલિકાઓની તમામ ટી.પી. સ્કીમોની બેઝિક FSI માં વધારો કરી આપવો આવશ્યક છે તેવી રજૂઆત ક્રેડાઈ ગુજરાત અને મોરબી બિલ્ડર્સ એસો.ના પ્રમુખ સંતોષ શેરશિયા દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવી છે

મોરબી બિલ્ડર એસો. પ્રમુખ સંતોષ શેરશિયા સહિતનાઓ દ્વારા સીએમને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યુ છે કે, મોરબી માટે સુધી ઓથોરિટી ડિકલેરના થાય, ડેવલપમેન્ટ પ્લાન ડિક્લેર કરીને તે ફાઈનલ ના થાય, ટી.પી. સ્કીમમાં ૫૦ ટકા વિસ્તાર ડેવલપ ના થાય ત્યાં સુધી આ નવી બનેલ મોરબી સહિતની તમામ મહાપાલિકાઓને ડી-૨ કેટેગરીમાં સમાવિષ્ટ ન કરવામાં આવે તેવી રજૂઆત કરેલ છે અને ડી-૪ કેટેગરીમાં પુરી FSI મળે છે. જ્યારે ડી-ર કેટેગરીમાં ૪૦ ટકા કપાત આવે છે. જે બાંધકામ ક્ષેત્ર માટે મરણતોલ છે. મોરબીના ભાવિ વિકાસમાં અડચણ ઉભી ન થાય તે હેતુસર નવી ટી.પી. સ્કીમોમાં ૧૮ મીટરથી મોટા રોડ મુકવામાં આવે, શક્ય હોય તો ૨૪ મીટરથી નાના રોડ મૂકવા નહીં તેવી પણ રજૂઆત કરી છે

વધુમાં નવી મહાપાલિકાઓની તમામ ટી.પી. સ્કીમોની બેઝિક FSI માં વધારો કરી આપવો આવશ્યક છે કારણ કે, હાલમાં મળવાપાત્ર FSI ખૂબ જ ઓછી છે અને તેના પરિણામે પ્રોજેક્ટ કોસ્ટમાં જમીનની કિંમત વધારે થાય છે. જે તારીખથી નવી આઠ મહાપાલિકાઓને ડી-ર કેટેગરીમાં સમાવિષ્ટ કરેલ છે તે તારીખ પહેલાના ઇન્વર્ડ થયેલ પ્લાન મંજૂર કરી આપવા માટે જરૂરી સૂચના આપવા માટેની પણ રજૂઆત કરેલ છે. હાલમાં ડી-૪ કેટેગરી ચાલુ રાખીને જ્યાં જ્યાં ઓથોરિટી ડિકલેર કરેલ છે ત્યાં શક્ય ત્વરીત ડી.પી. બનાવીને કે ટી.પી. સ્કીમ બનાવીને ઝડપથી ડેવલપમેન્ટ થાય અને તે માટે સરકાર તરફથી સહકાર મળે તેવી વ્યવસ્થા ગોઠવવા રજૂઆત કરેલ છે.

જ્યાં સુધી તમામ નવી મહાપાલિકાઓમાં ટાઉન પ્લાનિંગ સ્કીમના અધિકારીઓ, ટેકનિકલ સ્ટાફ તથા એન્જિનિયર્સ વિગેરેની પર્યાપ્ત માત્રામાં ભરતી ન થાય અને તમામ ડી.પી. ટી.પી. ઓથોરિટી બની ન જાય ત્યાં સુધી આ તમામ મહાપાલિકાઓને ડી-૪ કેટેગરીમાં રાખીને ૧૨ મીટરનો ક્રોસ વે રોડ મુકાવીને એનએ પરવાનગીઓ આપવામાં આવે અને શહેરોની વચ્ચોવચ્ચ જે જમીનો એનએ કરવાની બાકી હોય, પ્લાન પાસ કરવાના બાકી હોય કે પ્લાન રિવાઇઝડ માટે આવે તેવા વિસ્તારોમાં ૧૨ મીટરનો ક્રોસ રોડ મૂકવા પહેલા જે રીતે એનએ પરવાનગી આપતા હતા તે રીતે એનએ પરવાનગી આપવાનું ચાલુ રાખવામાં આવે તેવી પણ રજૂઆત કરેલ છે.






Latest News