માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન  મોરબીના રવાપર ગામેથી ગુમ થયેલ મહિલા સુરતથી અને સામાકાંઠેથી ગુમ વૃદ્ધ મળી આવ્યા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે
Breaking news
Morbi Today

મોરબીમાં અનેક વખત દારૂના ગુનામાં પકડાયેલ બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે


SHARE











મોરબીમાં અનેક વખત દારૂના ગુનામાં પકડાયેલ બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે

મોરબીમાં અવાર નવાર દારૂના ગુનામાં પકડાયેલા બે શખ્સની પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા એ ડિવિઝન પોલીસે બે શખ્સની પાસા હેઠળ ધરપકડ કરીને તે બંનેને રાજ્યની જુદીજુદી જેલ હવાલે કરેલ છે.

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી સાહેબ અને ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં અવાર નવાર પ્રોહિબીશનના ગુન્હાઓ આચરતા અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા એ ડિવિઝનના પીઆઇ આર.એસ.પટેલને સૂચના આપવામાં આવી હતી જેથી કરીને અવાર નવાર પ્રોહીબીશનના ગુન્હાઓમાં પકડાયેલ શાહરૂખભાઇ ઇકબાલભાઇ બુચડ (31) રહે. લાતીપ્લોટ શેરીનં.૮ મોરબી અને સાહિલભાઇ કરીમભાઇ ચાનીયા (23) રહે. લાતીપ્લોટ શેરી નં.૮ મોરબી વાળાની સામે પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે જેથી કરીને બંને આરોપીને પાસા હેઠળ પકડવામાં આવ્યા હતા અને આરોપી શાહરૂખભાઇને વડોદરા જીલ્લા જેલ તથા સાહિલભાઇને લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલવામાં આવેલ છે.






Latest News