હળવદમાં 3 બાઈકની ચોરીએનઆઇ ફરિયાદ નોંધાતાની સાથે જ 4 ચોરાઉ બાઇક સાથે આરોપી પકડાયો
SHARE








હળવદમાં 3 બાઈકની ચોરીએનઆઇ ફરિયાદ નોંધાતાની સાથે જ 4 ચોરાઉ બાઇક સાથે આરોપી પકડાયો
હળવદમાં ગત જાન્યુઆરી થી જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન જુદા જુદા સમયે કુલ મળીને ત્રણ બાઈકની ચોરી કરવામાં હતી જેની ગઇકાલે ફરિયાદ નોંધાઈ હતી તેવામાં આજે હળવદ તાલુકા પોલીસે ચાર ચોરાઉ બાઈકની સાથે એક આરોપની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ગઇકાલે બાઇક ચોરીની ત્રણ ફરિયાદ નોંધાયેલ હતી જેમાં ચાડધ્રાના રહેવાસી હસમુખભાઈ ઓધવજીભાઈ કૂરિયા (37)એ હળવદના ધાંગધ્રા દરવાજા પાસે પોતાનું બાઈક નંબર જીજે 13 એમએમ 2489 પાર્ક કરીને મૂક્યું હતું જે 20 હજારની કિંમતનું બાઈક, હળવદમાં આવેલ રુદ્ર ટાઉનશીપમાં રહેતા મોહિતભાઈ પ્રફુલભાઈ સિંદૂરિયા (27)એ હળવદમાં આવેલ બ્રાહ્મણની ભોજન શાળા પાસે પોતાનું બાઈક નંબર જીજે 14 એન 2649 પાર્ક કરીને મૂક્યું હતું જે 20 હજારની કિંમતનું બાઈક અને સુરેન્દ્રનગરમાં રહેતા હાર્દિકભાઈ ભરતભાઈ શાહ (32)એ પોતાનું બાઈક નંબર જીજે 13 એફએફ 1319 હળવદમાં આવેલ ભવાની મેડિકલ પાછળ દુકાન પાસે પાર્ક કરીને મૂક્યું હતું જે 20 હજારની કિંમતના બાઈકનો સમાવેશ થતો હતો અને આ ત્રણેય બાઇકને શોધવા માટેની તજવીજ શરૂ કરવામાં આવતાની સાથે જ સ્થાનિક પોલીસને મળેલ બાતમી આધારે પોલીસે હાલમાં ચાર ચોરાઉ બાઇક સાથે આરોપી રાજેશભાઇ ઉર્ફે રાજુ અરજણભાઇ પીપળીયા રહે. મૂળ ખરેડા હાલ રહે. જેતપર સુનીલભાઇ પટેલની વાડીએ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી 80 હજાર રૂપિયાની કિંમતના ચાર ચોરાઉ બાઇકને કબ્જે કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી પોલીસે કરી છે.
