વાંકાનેરના અમરસર ગામે ઘરમાં રાખેલા છ બકરા અને એક ઘેટાની ચોરી
માળીયા મીયાણાના નવાગામના ખેડૂતને બોગસ બીટી કપાસનું બિયારણ ધાબડવામાં આવતા 84 લાખનું ખેતીમાં નુકસાન
SHARE
માળીયા મીયાણાના નવાગામના ખેડૂતને બોગસ બીટી કપાસનું બિયારણ ધાબડવામાં આવતા 84 લાખનું ખેતીમાં નુકસાન
માળીયા મીયાણા તાલુકાના નવાગામે ખેતીની જમીન ધરાવતા યુવાને પોતાના ખેતરમાં બીટી કપાસનુ વાવેતર કરવું હોય બિયારણ સર્ટિફાઇડ છે તેવું કહીને તેને વિશ્વાસમાં લઈને 381 થેલી બીટી કપાસના બિયારણ વેચાણ કરવામાં આવ્યું હતું જોકે યુવાનને બોગસ બીટી કપાસનું બિયારણ આપવામાં આવ્યું હોવાથી તેને ખેતીમાં 84 લાખની નુકસાની થયેલ હોય હાલમાં ભોગ બનેલા ખેડૂતે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા માળિયા પોલીસે ગુનો નોંધી આગાહી કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળિયા તાલુકાના નવા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ સરદાર નગર- 1વિરાટ ટાવર બ્લોક નંબર 102 માં રહેતા નવીનભાઈ ચતુરભાઈ ઘુમલીયા (48)એ હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અમરાભાઇ સગરામભાઇ રબારી રહે. કુંડલી તાલુકો રાણપુર જીલ્લો બોટાદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, વર્ષ 2024 ના મે મહિનામાં આરોપીએ ફરિયાદીને બીટી કપાસનું બિયારણ સર્ટિફાઇડ છે તેવું કહીને વિશ્વાસમાં લીધા હતા અને ત્યારબાદ ફરિયાદીને બોગસ બીટી કપાસના બિયારણની 381 થેલી વેચાણ કરવામાં આવી હતી જેનો ફરિયાદી એ પોતાની ખેતીમાં ઉપયોગ કરતા તેને ખેતીમાં 84 લાખનું નુકસાન થયેલ છે જેથી કરીને ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે