માળીયા મીયાણાના નવાગામના ખેડૂતને બોગસ બીટી કપાસનું બિયારણ ધાબડવામાં આવતા 84 લાખનું ખેતીમાં નુકસાન
સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ મોરબીની ઓમ હોસ્પીટલના ડો. હિતેશ પટેલને મળ્યો બેસ્ટ એકેડેમિક એવોર્ડ
SHARE
સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ મોરબીની ઓમ હોસ્પીટલના ડો. હિતેશ પટેલને મળ્યો બેસ્ટ એકેડેમિક એવોર્ડ
આઇએમએ નેશનલ બ્રાંચનો બેસ્ટ એકેડેમિક એવોર્ડ સમગ્ર ગુજરાતમાંથી મેળવનાર સૌપ્રથમ તબિબ મોરબીના ડો.હિતેશ પટેલ બન્યા છે ત્યારે મોરબી આઇએમએ બ્રાંચ દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો બેસ્ટ એકેડેમિક એવોર્ડ મેળવતા બદલ ઓમ કાન-નાક-ગળાની હોસ્પીટલના તબિબ ડો. હિતેશ પટેલને ચોમેરથી શુભકામનાઓ આપવામાં આવી રહી છે.
ઈન્ડીયન મેડિકલ એશોસિયેશન-નેશનલ બ્રાંચ દ્વારા પ્રતિવર્ષ ડોક્ટર્સ ડે નિમિતે સમગ્ર દેશમાંથી કુલ 5 તબિબોને બેસ્ટ એકેડેમિક એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ આજદીન સુધી સમગ્ર ગુજરાતમાંથી કોઈ પ્રાપ્ત કરી શક્યુ ન હતું ત્યારે પ્રવર્તમાન વર્ષે સમગ્ર ભારતમાંથી કુલ 5 એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ એવોર્ડ મોરબી ની ઓમ કાન-નાક-ગળા ની હોસ્પીટલ ના તબિબ ડો.હિતેશ પટેલ ને એનાયત કરવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાતમાંથી આ એવોર્ડ મેળવનાર સૌપ્રથમ તબિબ તરીકેનું બિરૂદ મોરબી ના ડો.હિતેશ પટેલે મેળવી મોરબી તેમજ સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યુ છે. સમગ્ર ભારતમાંથી ૧૭૦ તબિબોની પસંદગી આઇએમએ નેશનલ બ્રાંચ દ્વારા કરવામાં આવી હતી, જેમાં કાર્યકાળ દરમિયાન વિવિધ કોન્ફોરન્સમાં ફેકલ્ટી તરીકે પસંદગી, રીસર્ચ પેપર નુ પ્રેસેન્ટેશન સહીતની બાબતોના માપદંડોને આધારે આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો ત્યારે મોરબી ના ડો.હિતેશ પટેલ કુલ 45 જેટલી રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કોન્ફોરન્સમાં ફેકલ્ટી તરીકે જોડાયા છે તેમજ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની 120 જેટલી કોન્ફોરન્સમાં ભાગ લીધેલ છે. તેમને તબિબી ક્ષેત્રો વિવિધ સંશોધનોમાં તેમનો સિંહફાળો અર્પણ કર્યો છે. તબિબી ક્ષેત્રે તેમની શ્રેષ્ઠતા તેમજ યોગદાન બદલ તેમને આઇએમએ નેશનલ બ્રાંચ દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો બેસ્ટ 5 માંથી પ્રથમ બેસ્ટ એકેડેમિક એવોર્ડ સમગ્ર દેશના વરિષ્ઠ તેમજ નિષ્ણાંત તબિબોની હાજરી માં એનાયત કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાત તેમજ મોરબી ને ગૌરવ અપાવવા બદલ ડો.હિતેશ પટેલ પર મોરબી આઇએમએના તબિબો, તેમના સગાં-સંબંધીઓ, મિત્ર વર્તુળ, સ્નેહીજનો તરફથી ચોમેરથી શુભચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તબિબી સેવા ઉપરાંત વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલ મોરબી ના ડો.હિતેશ પટેલ આગામી ઓક્ટોબર-નવેમ્બર માસમાં ઈજીપ્ત દેશની રાષ્ટ્રીય કોન્ફોરન્સમાં ફેકલ્ટી તરીકે જોડાશે ત્યારે ઔદ્યોગિક ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં ડંકો વગાડનાર મોરબી તબિબી ક્ષેત્રે પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યુ છે તેવું તેમણે પુરવાર કર્યુ છે.