માળીયા (મી)ના ખાખરેચી, વાંકાનેરના સરતાનપર અને મોરબીમાં જુગારની ત્રણ રેડ: 15 શખ્સો રોકડ સાથે ઝડપાયા
વાંકાનેરના અમરસર ગામે ઘરમાં રાખેલા છ બકરા અને એક ઘેટાની ચોરી
SHARE
વાંકાનેરના અમરસર ગામે ઘરમાં રાખેલા છ બકરા અને એક ઘેટાની ચોરી
વાંકાનેર તાલુકાના અમરાપર ગામે રહેતા યુવાને પોતાના ઘરની અંદર બકરા બાંધીને રાખ્યા હતા તથા અન્ય સાહેદે ઘેટાં બાંધીને રાખ્યા હતા તેમાંથી છ બકરા અને એક ઘેટાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
સોના ચાંદીના દાગીના, કીમતી આભૂષણ, રોકડ, વાહનો, ખાદ્ય સામગ્રી વિગેરે જેવી વસ્તુઓની ચોરીઓ કરવામાં આવતી હોય તેવું તો મોરબી જિલ્લામાં અગાઉ અનેક વખત સામે આવ્યું છે દરમિયાન વાંકાનેર સીટી નજીક આવેલ અમરસર ગામે રહેતા હુસેનભાઇ અબ્દુલભાઈ ખોરજીયા (48)એ અજાણ્યા શખ્સ સામે અબોલ જીવની ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદીએ તથા સાહેદે તેઓના ઘરે પશુ બાંધવાના ખુલ્લા શેડમાં તેના ઘેટા અને બકરા રાખ્યા હતા તેમાંથી ફરિયાદીના છ બકરા તથા સાહેદનો એક ઘેટો આમ કુલ મળીને સાત અબોલ જીવની ચોરી કરવામાં આવી હોય 11,500 ની કિંમતના આબોલ જીવની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બાઈક ની ચોરી
હળવદમાં આવેલ મહર્ષિ ટાઉનશીપ શેરી નં- 6 માં રહેતા ભાવેશભાઈ રમેશભાઈ સગર (35)એ અજાણ્ય શખ્સ સામે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે હળવદની મેઈન બજારમાં રાજેશ સ્ટોર પાસે તેને પોતાનું બાઈક નંબર જીજે 10 એજી 2121 પાર્ક કરીને મૂક્યું હતું જે 20 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.