ટંકારા પોલીસે 340 બોટલ દારૂ સાથે પકડેલા 4 આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર: કુખ્યાત આરોપી અખ્તર કચરા સહિતનાઓને પકડવા તજવીજ
SHARE








ટંકારા પોલીસે 340 બોટલ દારૂ સાથે પકડેલા 4 આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર: કુખ્યાત આરોપી અખ્તર કચરા સહિતનાઓને પકડવા તજવીજ
ક્રેટા ગાડીમાં ચોર ખાનુ બનાવીને દારૂની હેરાફેરી, આ વાતની સાંભળીને ચોંકી જવાની જરૂર નથી કેમ કે, રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર આવેલ છતર ગામ પાસે ચેકપોસ્ટ ઉપર પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે જુદીજુદી ત્રણ ગાડીમાંથી કુલ મળીને દારૂની નાના મોટી 340 બોટલ મળી આવ્યો હતો અને ચાર આરોપી 22.40 લાખના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા જેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેથી કોર્ટને ચારેય આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને કાગદડી ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં દારૂની કટિંગ કરીને જુદીજુદી ગાડીમાં દારૂ ભરીને રાજકોટ ખાતે અખ્તર કચરાને માલ આપવાનો હતો તેવું પોલીસની તપાસમાં સામે આવ્યું છે જેથી કુખ્યાત આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.
રાજકોટ મોરબી રોડ ઉપર આવેલ છતર ગામ નજીક ચેકપોસ્ટ પાસે ટંકારાના પીઆઇ કે.એમ. છાંસિયાની સુચના મુજબ પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે ક્રેટા ગાડી નંબર જીજે 5 આરએફ 0068, વરના ગાડી નંબર જીજે 13 એન 8874 અને કિયા ગાડી નંબર જીજે 36 આર 1419 ને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને આ ત્રણેય ગાડીઓને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની બોટલો મળી આવી હતી જેથી દારૂની નાના મોટી કુલ મળીને 340 બોટલો જેની કિંમત 9,75,602 રૂપિયા તથા ત્રણ મોબાઇલ ફોન અને 12,50,000 ની કિંમતની ત્રણ ગાડીઓ આમ કુલ મળીને 22,40,602 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો
ટંકારા પોલીસે દારૂના જથ્થા સાથે આરોપી બાંકારામ મંગલારામ ભાભુ, રામનારાયણ મોબતારામ કાકડ, પ્રવીણભાઈ કેસરીમલ ગોદારા રહે. ત્રણેય રાજસ્થાન અને અકિલભાઈ ફિરોજભાઈ સીડા રહે. જુનાગઢ વાળાની ધરપકડ કરી હતી અને આ બાબતે ડીવાયએસપી સમીર સારડાની પત્રકાર પરિષદ પણ યોજાઇ હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, એક આરોપી દારૂ ભરેલ કિયા ગાડીને છોડીને નાસી ગયો હતો અને અનિલ રૂગનાથભાઈ જાણી રહે. મોખાવા રાજસ્થાન વાળાનું પણ નામ સામે આવ્યું છે. જેથી કુલ 6 શખ્સોની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અને આ આરોપીઓએ દારૂની હેરફેરી માટે ક્રેટા ગાડીમાં નીચેના ભાગમાં દારૂ છુપાવી શકાય તેના માટે ચોર ખાનુ બનાવ્યુ હતુ તેમજ સાઇડ લાઇટ તેમજ આગળના બોનેટ પાસે પણ દારૂની બોટલો છુપાવીને તેની હેરાફેરી કરતાં હોવાનું સામે આવ્યું છે
જે ચાર આરોપીઓને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા તેને રિમાન્ડની માંગણી સાથે ટંકારાની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના તા 5 સુધી એટ્લે કે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કાર્યા છે વધુમાં આ બાબતે ટંકારાના પીઆઇ કે.એમ. છાંસિયા સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, આરોપીઓ કાગદડી ગામની સીમમાં આવેલ ડ્રીમ ફાર્મ હાઉસ સુધી દારૂ લઈને આવ્યા હતા અને ત્યાં દારૂની કટિંગ કરીને જુદીજુદી ગાડીઓમાં ચોરખાના બનાવીને તેમજ ગાડીમાં દારૂની બોટલો રાખીને તેને રાજકોટ લઈ જવાના હતા જો કે, બેડી ચોકડી પાસેથી જવાના બદલે મિતાણા થઈને પડધરી બાજુથી રાજકોટ લઈ જવાનો પ્લાન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને આ માલ રાજકોટના અખ્તર કચરાએ મંગાવ્યો હતો અને રાજસ્થાનના અનિલ જાણીએ મોકલવ્યો હોવાનું સામે આવ્યું છે જેથી આ કુખ્યાત આરોપીઓએ પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
