હળવદમાં મારામારી-હત્યાની કોશિશના ગુનામાં એક આરોપીના શરતી જામીન મંજૂર મોરબીમાં મિત્રતાના સંબંધમાં આપેલ 5 લાખ રૂપિયા પાછા ન આપનારા મિત્રને કોર્ટે ફટકારી સજા હળવદના કવાડિયા નજીક એસટી બસ સાથે ટ્રેકટર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનું મોત ટંકારાના છતર નજીક રોડ વચ્ચે બંધ પડેલ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત હળવદના મયાપુર ગામે જમીનના ડખ્ખામાં થયેલ મારા મારીના બનાવમાં હવે વળતી ફરિયાદ મોરબીમાં હાઉસિંગ બોર્ડ નજીક વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીના સિટી મોલમાં આવેલ ઓફિસમાં ક્રિકેટ સટ્ટો રમતા 4 શખ્સો 5.26 લાખના મુદામાલ સાથે પકડાયા, આઈડી આપનાર 4 શખ્સોની શોધખોળ મોરબી-વાંકનાએરમાં વિદેશી દારૂની 3 રેડમાં 466 બોટલ દારૂ 96 બીયરના ટીન ઝડપાયા: બે આરોપી પકડાયા, બે ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ધારાસભ્યો-મહંતના હસ્તે મેળો ખુલ્લો મુકાયો: કાલે જડેશ્વર દાદાનો પ્રાગટ્ય દિવસ ઉજવાશે


SHARE













મોરબી જિલ્લામાં આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ધારાસભ્યો-મહંતના હસ્તે મેળો ખુલ્લો મુકાયો: કાલે જડેશ્વર દાદાનો પ્રાગટ્ય દિવસ ઉજવાશે

શ્રાવણ મહિનાનો બીજો સોમવાર મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં રતન ટેકરી ઉપર બિરાજતા સ્વયંભૂ  જડેશ્વર મહાદેવનો પ્રાગટ્ય દિવસ હોય છે જેની કાલે ઉજવણી કરવામાં આવશે જો કે, આજે મોરબી અને વાંકાનેરના ધારાસભ્યો અને મંદિરના મહંતના હસ્તે સૌરાષ્ટ્ર કે ગુજરાત નહીં ભારતમાં શ્રાવણ મહિનામાં યોજાતા પ્રથમ લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

મોરબી જીલ્લામાં વાંકાનેર તાલુકાનાં અરણીટીંબા ગામ પાસે રતન ટેકરી ઉપર સ્વયંભૂ જડેશ્વર મહાદેવનું મદિર આવેલ છે અને આ મંદિરનો ઇતિહાસ જામનગરના રાજા જામ રાવળ સાથે જોડાયેલ છે અને એવું કહેવાય છે કે, જામનગરના રાજા જામ રાવળ પૂર્વ જન્મમાં અરણીટિંબા ગામના ભરવાડ હતા. અને તેનું નામ ભગા ભરવાડે હતું તેને સોનીએ કહ્યું હતું કે, “આ સ્વયંભૂ ચમત્કારી દેવ છે. જો કોઈ પણ કમળપૂજા કરે તો તે બીજા જન્મે રાજા બને છે જેથી ભગા ભરવાડે ત્યાં કમળ પુજા કરી હતી જે બીજા જન્મે જામનગરના રાજા જામ રાવળ બન્યા હતા.

જડેશ્વર મહાદેવ મંદિરના મહંત રતિભાઈ ત્રિવેદીએ જણાવ્યુ હતું કે, દેવાધી દેવ મહાદેવ કૈલાસપતિ બાર જ્યોતિર્લિંગ સ્વરૂપે ભારતના પ્રત્યેક વિસ્તારમાં વર્ષોથી સાક્ષાત બિરાજમાન છે જો કે, આ બાર પૈકી પહેલું અને સર્વ શ્રેષ્ઠ જોયતિર્લિંગ સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ છે. પરંતુ જડેશ્વર મહાદેવ પણ સ્વયંભૂ પ્રગટ થયા છે જેથી કરીને તેનું મહત્વ પણ જયોતિર્લિંગ જેટલું છે છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.

દર વર્ષે જડેશ્વર દાદાના પ્રાગટ્ય દિવસ નિમિતે રવિવાર અને સોમવારનો બે દિવસનો લોકમેળો યોજાઇ છે જેમાં ઘણા લોકો તેના પરિવાર સાથે આવે છે અત્રે ઉલેખનીય છેકે, શ્રાવણ માહિનામાં જે લોકોમેળા દેશભરમાં યોજાઇ છે તેનો સૌથી પ્રથમ મેળો જડેશ્વર દાદાના સાનિધ્યમાં યોજાઇ છે. આજે જડેશ્વર મહાદેવ મંદિરના મહંત રતિલાલ મહારાજ તેમજ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ક્ષત્રિય સમાજના આગેવાન પી. ટી.જાડેજા સહિતનાઓની હાજરીમાં લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો

જડેશ્વર મંદિરના લઘુ મહંત જિતેન્દ્રભાઈ રતિભાઈ ત્રિવેદીએ જણાવ્યુ હતું કે, દરવર્ષે શ્રાવણ માસનો બીજા સોમવારે જડેશ્વર મહાદેવનો પ્રાગટ્ય દિવસ હોવાથી પ્રાગોત્સવની ઉજવણી કરવામાં આવે છે. તેવી જ રીતે કાલે જડેશ્વર દાદાની રવડી મંદિરેથી નીકળી હતી અને ત્યાં યોજાતા લોકમેળાના મેદાન સુધી રવડી જશે અને ત્યાર બાદ જડેશ્વર મહાદેવ મંદિરે દાદાનો વિશેષ શણગાર કરવામાં આવશે અને બાદમાં મહાઆરતી અને ભંડારાનો મંદિરે આવેલ શિવભક્તો લાભ લેશે.

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કહ્યું હતું કે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી આવતા શિવ ભક્તો જડેશ્વર મહાદેવ મંદિર ખાતે દાદાના દર્શન કરી શકે તેમજ આરતી પૂજન અને મેળાનો લાભ લઇ શકે તે માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને યાત્રાળુઓ માટે ભોજનની વ્યવસ્થા અહીંના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી હોય છે જેનો સૌ કોઈએ લાભ લેવો જોઈએ અને પરિવાર સાથે મેળાનો આનંદ માણવો જોઈએ.

તો મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા કહ્યુ હતું કે, મહાદેવ મંદિરના પટાંગણમાં માત્ર બે દિવસ નહીં પરંતુ ત્રણ દિવસનો મેળો કરવો જોઈએ એટલે કે આગામી વર્ષથી શનિવાર, રવિવાર અને સોમવાર આમ ત્રણ દિવસનો મેળો જડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાશે તેવી જાહેરાત આજના દિવસે કરવામાં આવી હતી.






Latest News