હિરાપર પ્રા.શાળાનાં બાળકોએ પ્રેક્ટિકલ જ્ઞાન માટે ખેતર અને ઇન્ડસ્ટ્રીની મુલાકાત કરી
મોરબીની પટેલ સમાજ વાડીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા સોમ-મંગળવારે સ્પેસ એક્ઝિબિશનનું આયોજન
SHARE
મોરબીની પટેલ સમાજ વાડીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા સોમ-મંગળવારે સ્પેસ એક્ઝિબિશનનું આયોજન
આવો અને અનંત બ્રહ્માંડની એક શૈક્ષણિક યાત્રા પર નીકળો ! મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા મોરબી જીલ્લાના તમામ વિધાર્થીઓ માટે સ્પેસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી શહેરમાં વિજ્ઞાન અને અંતરિક્ષમાં રસ ધરાવતા લોકો માટે ત્યાં ઘણું બધુ જાણવા અને માણવા જેવુ હશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.
મોરબીની નામાંકીત કૉલેજ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રેસિડેન્ટ પી.ડી.કાંજીયાની પ્રેરણાથી સ્પેસમેન અને મહાન વૈજ્ઞાનિક ડૉ.વિક્રમ સારાભાઇની 106 મી જન્મજયંતી નિમિત્તે તા. 4 અને 5 ઓગસ્ટના રોજ ભવ્ય સ્પેસ એક્સીબિશનનું આયોજન કરેલ છે. જેમાં તમામ કૉલેજ અને સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વિજ્ઞાનપ્રેમીઓ, અંતરિક્ષ રસિયાઓ, વાલીઓ, તેમજ સમગ્ર મોરબી જિલ્લાના લોકો મુલાકાત લઈ શકશે. આ એક્સીબિશનમાં જોવા મળશે સ્પેસને લગતા મોડેલ અને માહિતી NASA અને ISRO ના મિશનોની માહિતી, આર્યભટ્ટ, ચંદ્રયાન, મંગલયાન, આદિત્ય L1, જેવા દરેક સેટેલાઈટસ, RDAR system, સ્પેસ સ્ટેશન જેવા ઘણા બધા પ્રોજેક્ટ વિદ્યાર્થીઓએ દ્વારા બનાવવામાં આવ્યા છે. આ ભવ્ય સ્પેસ એક્સીબિશનની વૈજ્ઞાનિક સફરના મુખ્ય મહેમાન તરીકે ડો. આર.આર. રાવલ કે જેઓ એક ખગોળશાસ્ત્રી છે જે હાલ મુંબઈના નહેરુ પ્લેન્ટેરિયમના ડાયરેક્ટર, જનસેવા કેન્દ્ર મુંબઈના પ્રેસિડેન્ટ, અને ઇન્ડિયન ફિઝિક્સ એસોસિએશનના વાઇસ ચેરમેન છે. તેઓ પણ આવવાના છે. તે ઉપરાંત એસ.એલ. ભોરણીયા, ડો.જયંત જોશી, ડો. હિતેશ માંડવીયા અને દીપેન ભટ્ટ સહિતના હાજર રહેશે. આ સ્પેસ એક્સીબિશનનો સમય સવારે 9 થી બપોરના 4 સુધીનો રાખવામા આવેલ છે જેથી શાળા અને કોલેજના વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે મોરબીના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.