મોરબીની પટેલ સમાજ વાડીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા સોમ-મંગળવારે સ્પેસ એક્ઝિબિશનનું આયોજન
હળવદના ગોલસણ, મોરબીના ત્રાજપર ખારી અને માટેલ નજીક જુગારની 3 રેડ: 21 શખ્સ જુગાર રમતા પકડાયા
SHARE









હળવદના ગોલસણ, મોરબીના ત્રાજપર ખારી અને માટેલ નજીક જુગારની 3 રેડ: 21 શખ્સ જુગાર રમતા પકડાયા
હળવદના ગોલાસણ ગામની સીમમાંથી જુગારની રેડ કરી હતી ત્યારે 12 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા તો ત્રાજપર ખારીમાં જુગાર રમતા 5 શખ્સ અને માટેલની સીમમા જુગાર રમતા 4 શખ્સ મળી આવ્યા હતા જેથી સ્થાનીક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
હળવદના પીઆઇ આર.ટી.વ્યાસની સુચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે ગોલાસણ ગામની સીમમાં જાહેરમાં જુગારની રેઇડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ભાવેશભાઈ મનુભાઈ ખાંભડીયા, મેહુલભાઈ જેરામભાઇ રાતૈયા, મુકેશભાઇ પ્રભુભાઇ દહૈયા, બેચરભાઈ રઘુભાઇ ચડાણીયા, જેરામભાઇ મેરાભાઈ ચરમારી, રાયધનભાઇ ચંદુભાઇ ખાંભડીયા, સંજયભાઇ ગેલાભાઇ ખાંભડીયા, દિપકભાઈ કેશાભાઇ વરાણીયા, કુકાભાઇ જગાભાઈ પંચાસરા, રમેશભાઇ લખમણભાઇ વડેચા, રમેશભાઇ રણછોડભાઈ ચારોલા, મહેશ ઉર્ફે મલો ખીમાભાઇ રાતૈયા રહે. બધા જ હળવદ તાલુકા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા 1,61,200 કબ્જે કર્યા હતા અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.
ત્રાજપર ખારીમાં જુગાર રમતા 5 પકડાયા
મોરબી શહેરમાં આવેલ ત્રાજપર ખારીમાં મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ચંદુભાઈ ગોવિંદભાઈ બારૈયા (49), દિનેશભાઈ નાથાભાઈ નગવાડીયા (40), વિનોદભાઈ બેચરભાઈ બારૈયા (39), રમણીકભાઈ મોતીભાઈ મકવાણા (43) અને સોમાભાઈ કાળાભાઈ બારૈયા (65) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેઓની પાસેથી 16,600 ની રોકડ કબ્જે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે.
માટેલની સીમમા જુગાર રમતા 4 પકડાયા
વાંકાનેર તાલુકા પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે રાજેશભાઈ પલાણી તથા સામતભાઈ છુછીયાને મળેલ બાતમી આધારે માટેલ ગામની સીમમા આવેલ સ્ટેફીના સીરામીક પાસે જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા દિનેશભાઈ કાજુભાઈ જખાણીયા રહે. હાલ માટેલ, વીનોદભાઇ જોરૂભાઇ સાડમીયા રહે હાલ સરતાનપર, રમેશભાઈ કરશનભાઈ સાડમીયા રહે. હાલ માટેલ, સંજયભાઈ લવીંગભાઈ મણદોરીયા રહે. સરતાનપર વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડા રૂપીયા 10,590 કબ્જે કર્યા હતા અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો.
