લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે કામ ધંધો ન કરીને દેણું કરતાં ભાઈની ભાઈએ કરી હત્યા: આરોપીની ધરપકડ


SHARE











મોરબીના રાજપર ગામે કામ ધંધો ન કરીને દેણું કરતાં ભાઈની ભાઈએ કરી હત્યા: આરોપીની ધરપકડ

મોરબીના રાજપર ગામે રહેતો યુવાન કામ ધંધો કરતો ન હતો અને હાથ ઉછીના રૂપિયા બીજા પાસેથી લઈને જલસા કરતો હતો અને દેણું કરતો હતો જેથી તે યુવાનના પિતાએ 10 વીઘા જેટલી જમીન વેચી નાખી હતી છતાં પણ તે યુવાન ગામમાં દેણું કરતો હતો જેથી કંટાળી ગયેલા તે યુવાનના મોટા ભાઈએ આવેશમાં આવીને યુવાનને માથા, કપાળ અને ડોકની આગળ તથા પાછળના ભાગે લાકડી વડે તથા શાક સુધારવાના ચપ્પા વડે મારમારીને ગંભીર ઇજા કરી હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના બહેનની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં યદુનંદન 19/22 ખોડીયાર પાનવાડી શેરી માં રહેતા ભાવનાબેન નિલેશભાઈ ભીમાણી (42)એ તેના સગા ભાઈ મહેશભાઈ મોહનભાઈ અઘારા રહે. રાજપર વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છે કે, રાજપર ગામે તેઓના પિતા મોહનભાઈ અઘારા, ભાઈ મહેશભાઈ અને પ્રવીણભાઈ રહે છે અને તેનો ભાઈ પ્રવીણ કોઈ કામ ધંધો કરતો ન હતો અને બીજા લોકો પાસેથી હાથ ઉંચીને પૈસા લઈને જલસા કરતો હતો અને તેનું દેણું અગાઉ એક વખત તેના પિતાએ ભરવા માટે થઈને પોતાની 10 વીઘા જમીન વેચી નાખી હતી તેમ છતાં પણ પ્રવીણ કોઈ કામ ધંધો કરતો ન હતો અને બીજા લોકો પાસેથી ઉછીના રૂપિયા લઈને દેણું કરતો હતો જેથી કંટાળી ગયેલા મહેશભાઈએ આવેશમાં આવીને માથા, કપાળ અને ડોકની આગળ તથા પાછળના ભાગે લાકડી અને શાક સુધારવાના ચપ્પા વડે મારમારીને ગંભીર ઇજા કરી હતી જેથી પ્રવીણભાઈ મોહનભાઈ અઘારા (37)નું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનની બહેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી મહેશભાઈ મોહનભાઈ અઘારા રહે. રાજપર વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News