મોરબીના રાજપર ગામે કામ ધંધો ન કરીને દેણું કરતાં ભાઈની ભાઈએ કરી હત્યા: આરોપીની ધરપકડ
મોરબીમાં માળીયા ફાટક પુલ ઉપર ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
SHARE








મોરબીમાં માળીયા ફાટક પુલ ઉપર ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
મોરબીમાં માળીયા ફાટક પુલ પાસે શિવ કોમ્પલેક્ષની સામેના ભાગમાંથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને બાઇકને ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનનું મોત થયું હતું અને અકસ્માત સર્જીને ટ્રક ટ્રેલરનો ચાલક તેનું વાહલ લઈને નાશી ગયો હતો જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી રજતભાઈ શ્યામસિંહ યાદવ (26)એ ટ્રક ટ્રેલર નંબર આરજે 19 જીડી 7648 ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યૂ છે કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ માળિયા ફાટક પુલ ઉપર શિવ કોમ્પલેક્ષ સામે નેશનલ હાઈવે રોડ પરથી તેના ભાઈ ઈસુભાઈ શ્યામસિંહ પોતાનું બાઈક નંબર જીજે 36 એજી 3230 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને જે બનાવમાં ફરિયાદીના ભાઈને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને આરોપી પોતાનું ટ્રક ટ્રેલર લઈને નાશી ગયો હતો આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ અંગેની આગળની વધુ તપાસ એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા છે
વૃદ્ધા સારવારમાં
મોરબીના વાવડી રોડ ઉપર પ્રભુનગર ખાતે રહેતા સંતોકબેન પરસોત્તમભાઈ પરમાર નામના ૬૮ વર્ષના મહિલા બાઇકમાં બેસીને જતા હતા ત્યારે વાવડી રોડ જનકનગર સોસાયટી પાસે બાઈક સ્લીપ થતા ઇજા થતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમજ મોરબીના વાંકાનેર તાલુકાના તીથવા ગામના હસીનાબેન અબ્દુલભાઈ શેખ નામના ૫૬ વર્ષના મહિલા બાઇકમાં બેસીને જતા હતા ત્યારે તિથવા ગામે બાઈક સ્લીપ થતા ઈજા પામતા તેમને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે રાજકોટના કોઠારીયા ખાતે રહેતા જશુબેન હમીરભાઈ (૬૭) નામના મહિલા બાઇકમાં બેસીને જતા હતા ત્યારે કોઠારીયા ગામે વાહન સ્લીર થતા તેમને પણ ઈજા થઈ હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.
