માળીયા (મિં.)ના વાધરવા ગામ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત
ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા યુવાને ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
SHARE









ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા યુવાને ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નંબર-૧૯ માં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના ભાઈએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.
મૂળ જામનગરના હાપા ખારી વિસ્તારમાં રહેતા અને હાલ ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નંબર-૧૯ સરદાર સ્કૂલ સામેના ભાગમાં રહેતા વિજયભાઈ સવજીભાઈ પાટડીયા (૩૦) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરે બીજા માળે રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું.ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના ભાઈ વિશાલભાઈ સવજીભાઈ પાટડીયા (૨૭) રહે.હાપા ખારી વિસ્તાર જામનગર વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના રફાળેશ્વર ગામે રહેતા ભીખુરામ નાગલદાસ નામનો ૩૦ વર્ષનો યુવાન પગપાળા જતો હતો ત્યારે કોઈ અજાણ્યા એકટીવા ચાલકે તેને હડફેટ લેતા ઇજા પામતા અત્રે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેમજ મોરબીના રવાપર રોડ નરસગ ટેકરી મંદિર પાસે આવેલ કર્તવ્ય એપાર્ટમેન્ટ નજીક બાઇકમાંથી નીચે પડી જતા કંચનબેન શાંતિલાલ કોટડીયા (૫૬) રહે.જોધપર નદી ને ઇજા થવાથી અત્રે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમજ મોરબીના રાતડીયાની વાડી વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ ભગવાનજીભાઈ ડાભી નામનો ૩૪ વર્ષનો યુવાન લાતી પ્લોટ પાસેના વિશાલ ફર્નિચર પાસેથી જતો હતો ત્યાં લાતી પ્લોટ નજીક બાઇક સ્લીપ થવાના બનાવમાં ઈજા પામતા તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.તેમજ વાંકાનેરના કાશીપર ગામે વાડી વિસ્તારમાં તબિયત લથડી જતા યશપાલ દેવાભાઈ લુંભાણી નામના ૧૬ વર્ષને સારવાર માટે આયુષ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.
વૃદ્ધા સારવારમાં
સુરેન્દ્રનગરના મૂળી ખાતેના સરા ગામના અનસોયાબેન શંકરભાઈ વરમોરા નામના ૬૬ વર્ષના વૃદ્ધા સરા ગામ પાસે આવેલ બાપાસીતારામ મઢુલી પાસેથી બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે પડી જતા તેઓને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે માળિયા મિંયાણાના સરવડ ગામના અમૃતભાઈ બેચરભાઈ ઠોરિયા નામના ૪૯ વર્ષના આધેડને મોટર સાયકલમાં પગ આવી જતા પડી ગયા હોય તેમને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસે જણાવેલ છે.
