મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

માળીયા (મિં.)ના વાધરવા ગામ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE









માળીયા (મિં.)ના વાધરવા ગામ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામની સીમમાં આવેલ નર્મદાની કેનાલમાં કોઈ કારણોસર ડૂબી જવાના કારણે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજસ્થાનના પાલી જિલ્લાના બેડા ગામના રહેવાસી સુરપાલસિંગ વીરસિંગ તનવર (૨૨) નામનો યુવાન માળિયા મીયાણા તાલુકાના વાધરવા ગામની સીમમાં આવેલ નવકાર કોર્પોરેશન કંપનીની પાછળના ભાગમાં આવેલ નર્મદાની પાણીની કેનાલમાં કોઈપણ કારણોસર ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ મૃતક યુવાનોનો ભાઈ વિક્રમસિંગ તનવર તેના ભાઈના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના ફડસર ગામ પાસે વાહન અકસ્માત બનાવમાં ઈજા પામતા અબ્દુલભાઈ આમદભાઈ જામ (૪૦) રહે.જામનગર ને અત્રે સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબી કંડલા બાયપાસ એ.જે.માઇક્રોન નજીકથી બાઇક લઈને જતા સમયે રસ્તામાં કૂતરું આડુ ઉતરતા બાઇક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં સંજયભાઈ શાંતિલાલ જેઠલોજા (૫૬) રહે.અવધ સોસાયટી શેરી નંબર-૪ નાની કેનાલ રોડ ઇજાગ્રસ્ત થયેલા હોય તેઓને અત્રે ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના ઘુંટુ ગામે રહેતા નરભેરામભાઇ નરસીભાઈ સોરીયા નામના ૭૫ વર્ષના વૃદ્ધ બાઈક પાછળ બેસીને ખેતરએ જતા હતા ત્યારે ખેતર નજીક બાઇકમાંથી પડી જતા ઈજા પામતા અત્રે ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.



Latest News