ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા યુવાને ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Gujarat@75નો લોગો બનાવોને મેળવો ત્રણ લાખનું ઇનામ: મોરબી જિલ્લાના લોકોને સ્પર્ધામાં સહભાગી થવાની તક
SHARE









Gujarat@75નો લોગો બનાવોને મેળવો ત્રણ લાખનું ઇનામ: મોરબી જિલ્લાના લોકોને સ્પર્ધામાં સહભાગી થવાની તક
વર્ષ ૨૦૩૫માં ગુજરાત રાજ્યની સ્થાપનાના ગૌરવશાળી ૭૫ વર્ષ પૂર્ણ થશે. જેની ઉજવણી માટે ગુજરાત સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ mygov.in પ્લેટફોર્મ પર રાષ્ટ્રીય સ્તરે લોગો ડીઝાઈન સ્પર્ધાનું આયોજન કર્યું છે. આ સ્પર્ધાનો શુભ આશય રાજ્યના આર્થિક નેતૃત્વ, ટેક્નોલોજીકલ પ્રગતિ, સાંસ્કૃતિક પ્રભુતા અને લોકકેન્દ્રિત શાસનને ઉજાગર કરવાનો છે.
સર્જનની અભિવ્યક્તિના આગવા અવસર સમાન લોગો ડીઝાઈનની આ રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશભરમાંથી નાગરિકો પોતે ડીઝાઈન કરેલો લોગો આગામી તા. ૧૪ ઓગસ્ટ સુધીમાં https://www.mygov.in/task/gujarat75-years-logo-competition/ લિંક પર સબમીટ કરી શકશે. સ્પર્ધાના નિયમો mygov.in પર ઉપલબ્ધ છે. મહત્વનું છે કે ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ, ગૌરવશાળી ઇતિહાસ અને અદભુત વારસા સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના વાઇબ્રન્ટ વિકાસની અભિવ્યક્તિ લોગોમાં રજૂ કરી શકાશે. આ રાષ્ટ્રીય સ્પર્ધામાં પસંદગી પામનારા લોગોને રૂ. ૦૩ લાખનો પુરસ્કાર તથા પ્રથમ ૦૫ સ્પર્ધકોને મુખ્યમંત્રીના હસ્તે સર્ટિફિકેટ અપાશે. આ સ્પર્ધાના માધ્યમથી નાગરિકો ગુજરાતના વારસા, પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાઈ શકશે, વિજેતા લોગો Gujarat@75 માટે આગવી ઓળખ બની રહેશે. ત્યારે ગુજરાત@75 વાઈબ્રન્ટ હેરીટેજ, વિઝનરી ફ્યુચરની થીમ સાથે આયોજિત ગુજરાત@75 લોગો સ્પર્ધામાં મોરબી જિલ્લાની જનતાએ સહભાગી થવા રાજ્ય સરકાર દ્વારા ખાસ અનુરોધ કરાયો છે.
