માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

માળિયા (મી): બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં પકડાયેલ આરોપી સાગર ફુલતરિયાના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે


SHARE











માળિયા (મી): બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં પકડાયેલ આરોપી સાગર ફુલતરિયાના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે

માળીયા મીયાણા તાલુકાના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં આરોપી સાગર ફુલતરીયની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડ ઉપર લેવામાં આવેલ હતો અને મંગળવારે સાંજે રિમાન્ડ પૂરા થતાં આરોપીને માળીયાની કોર્ટમાં રજૂ કરીને મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ છે અને હવે બાકીના આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે.

માળિયા (મી)ના સરવડ ગામના હાલના તલાટી મંત્રીએ ગત મે મહિનામાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશ પ્રભાશંકર રાવલ તથા બોગસ વારસાઈ આંબો બનાવનારબોગસ સોગંદનામુ બનાવનાર તથા બોગસ ખેડૂત ખાતેદાર બનેલ અને તેમાં મદદ કરનારની સામે ફરિયાદ નોંધાવી હતી. જો કે, મહેશ પ્રભાશંકર રાવલનું થોડા સમય પહેલા બીમારી સબબ અવસાન થયું છે જો કે, આ ગુનાની તપાસ રાજકોટ ગ્રામ્ય સીઆઇડીના પીઆઇ કે.કે.જાડેજા કરી રહ્યા છે અને પહેલા સરવડના તત્કાલિન તલાટિ મંત્રી ભરતભાઈ ખોખરને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને ત્યાર બાદ આ ગુનામાં સાગર આંબરામભાઈ ફૂલતરિયાની ધરપકડ કરી હતી. અને માળીયાની કોર્ટમાં રજૂ કરીને તેના દોઢ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીને માળીયાની કોર્ટમાં રજૂ કરીને મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ છે.

ઉલેખનીય છે કે, મોરબીના 602 જમીન કૌભાંડમાં પહેલા સાગર ફૂલતરિયાની ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની ટીમે ધરપકડ કરી હતી અને ત્યાર બાદ જેલ હવાલે કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી સીઆઇડી રાજકોટ ગ્રામ્યની ટીમે માળીયાના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં સાગર ફૂલતરિયાની ધરપકડ કરીને તેને રિમાન્ડ ઉપર લીધો હતો દરમ્યાન કેટલીક મહત્વની માહિતી સામે આવી હોવાની શક્યતા સેવાઇ રહી છે. વધુમાં એવી પણ માહિતી સામે આવી રહી છે કે, માળીયાના સરવડ ગામથી શરૂ થયેલ બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં સરકારી કર્મચારીની પણ સંડોવણી હોવાની પૂરેપુરી શક્યતા છે જેથી કોના કોના પગ નીચે રેલો આવશે તેને લઈને ઠેરઠેર ચર્ચા ચાલી રહી છે.






Latest News