મોરબી પરિવારથી વિખુટા પડેલા બાળકનું ચાઈલ્ડલાઈન ટીમે મિલન કરાવ્યું
ટંકારા તાલુકામાં વાછકપર, જોધપર (ઝાલા) અને લખધીરગઢની ગ્રામ પંચાયત સમરસ
SHARE









ટંકારા તાલુકામાં વાછકપર, જોધપર (ઝાલા) અને લખધીરગઢની ગ્રામ પંચાયત સમરસ
મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીના માહોલ દરમિયાન જુદાજુદા ગામોને સમરસ કરવામાં આવેલ છે ત્યારે જો ટંકારાની વાત કરીએ તો વાછકપર, જોધપર (ઝાલા) અને લખધીરગઢ ગામની પંચાયતોને સમરસ કરવામાં આગેવાનો અને વડીલોને સફળતા મળી છે
ટંકારાના વાછકપર ગામના આગેવાનો અને ગામલોકોએ ભેગા મળીને હાલ ગ્રામ પંચાયતની ચાલી રહેલી ચૂંટણીમાં વાછકપર ગ્રામ પંચાયત સમરસ જાહેર કરી સરપંચ તરીકે તાલુકામાં સેવાકીય પ્રવૃત્તિ માટે ભારે લોકચાહના ધરાવતા રોહિતભાઈ નાનજીભાઈ ફાંગલીયાની વરણી કરી છે. તેમજ સભ્યો તરીકે કંચનબેન વધુકિયા, મંજુબેન વધુકિયા, ઇલાબેન ડોડીયા, રાધાબેન ભરતભાઇ, દિનેશભાઇ દરોદરા, કનકભાઈ ઘનરાજભાઈ, પોપટભાઈ ફાંગલીયાની વરણી કરી છે.
આવી જ રીતે ટંકારાના જોધપર (ઝાલા) ગામને સમરસ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સરપંચ તરીકે છીપરીયા લાભુબેન ધીરજભાઈની બિનહરીફ નિમણુંક કરવામાં આવી છે. તેમજ સભ્યો તરીકે ગીતાબા ઝાલા, વિજયાબેન છીપરીયા, રણજીતસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ઝાલા, બળદેવસિંહ ઝાલા, લાભુબા ઝાલા, કેતન પારેધી અને નયનાબા ઝાલાની વરણી કરવામાં આવી છે.
લખધીરગઢ ગામમાં સરપંચ પદે મગનભાઈ નાનજીભાઈ વિઠલાપરા અને સભ્યો તરીકે ધર્મનિષ્ઠાબેન સુભાષભાઈ ઢેઢી, અમરશીભાઈ રણછોડભાઈ ભાગિયા, નિતીન કુમાર વાલજીભાઈ બોડા, કિશોરભાઈ ઓધવજીભાઈ સવસાણી, શોભનાબેન રજનીકાંતભાઈ પનારા, દક્ષાબેન રમેશભાઈ કંકાસણીયા અને દક્ષાબેન જીતેન્દ્રભાઈ સોલંકીનો સમાવેશ કરવામાં આવેલ છે
