મોરબીમાં એ.બી.વી.પી. દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિને સંવાદ યોજાયો
મોરબીમાં લીમડાવાળા મામાદેવ મિત્ર મંડળ દ્વારા નવરંગો માંડવાનું આયોજન
SHARE
મોરબીમાં લીમડાવાળા મામાદેવ મિત્ર મંડળ દ્વારા નવરંગો માંડવાનું આયોજન
મોરબીમાં લાતી પ્લોટ શેરી નંબર-૬ માં લીમડાવાળા મામાદેવ મિત્ર મંડળ દ્વારા નવરંગો માંડવો રાખવામા આવેલ છે જેમાં ભાવનગરના જાણીતા ડાક કલાકાર દ્વારા ડાકની રમઝટ બોલાવવામાં આવશે
મોરબીમાં લીમડાવાળા મામાદેવ મિત્ર મંડળ દ્વારા આગામી તા ૯/૧૨ ને ગુરુવારના રોજ લાતી પ્લોટ શેરી નંબર-૬ મુનનગર પાસે આવેલ પટેલ ટ્રાન્સપોર્ટ નજીક લીમડાવાળા મામદેવનો નવરંગો માંડવો રાખવામા આવેલ છે અને તે દિવસે રાતે ૧૦ વાગ્યે ભવ્ય ડાક ડમ્મરનો કાર્યક્રમ યોજાશે જેમાં ડાક કલાકાર તરીકે રાવળદેવ સંજયભાઈ બુધેલવાળા (ભાવનગર) ઉપસ્થિત રહીને ડાકની રમઝટ કરશે જેથી આ ધાર્મિક પ્રસંગે મોરબીની જાહેર જનતાને આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે