મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ઔદીચ્ય જ્ઞાતિની વાડીએ સમૂહમાં યજ્ઞોપવિત ધારણ કરવાના કાર્યક્રમનું આયોજન


SHARE













મોરબીમાં ઔદીચ્ય જ્ઞાતિની વાડીએ સમૂહમાં યજ્ઞોપવિત ધારણ કરવાના કાર્યક્રમનું આયોજન

આગામી રક્ષાબંધનના દિવસે તા 9 ઓગસ્ટના રોજ મોરબીમાં સમૂહમાં ભૂદેવો ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે યજ્ઞોપવિત બદલી શકે તેના માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે પૂજન, તર્પણ સહીતની વિધિ પણ કરવામાં આવશે તેવું જાણીતા જ્યોતિષી મહામહોપાધ્યાય શાસ્ત્રી વિપુલભાઈ શુક્લે જણાવ્યુ છે.

મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુક્લે જણાવ્યું છે કે, તા. 9 ને શનિવારે સવારે ૮:૩૦ કલાકે મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ માટે ઔદીચ્ય બ્રહ્મ સમાજની વાડી વાંકાનેર દરવાજા ખાતે નૂતન યજ્ઞોપવિત ધારણવિધિ, પૂજન,તર્પણ સહીત શ્રાવણી કર્મનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ શ્રાવણી પર્વ એટલે ભૂદેવોની દિવાળી કહેવાય છે માટે મોરબીના સમસ્ત બ્રાહ્મણનોને જનોઈ બદલાવવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News