વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સંચારી રોગચાળા અટકાયત-મેલેરિયા સહિતના રોગચાળા બાબતે સમીક્ષા બેઠક યોજાઈ


SHARE









મોરબી જિલ્લા સંચારી રોગચાળા અટકાયત-મેલેરિયા સહિતના રોગચાળા બાબતે સમીક્ષા બેઠક યોજાઈ

મોરબી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લામાં સંચારી રોગચાળા અટકાયત તથા મેલેરિયા નિવારણ માટે થયેલી કામગીરીની સમીક્ષા બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, કલેક્ટર કે.બી. ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લામાં પાણી/ ખોરાકજન્ય રોગચાળાની સ્થિતિ, ક્લોરિનેશનની કામગીરી, મેલેરિયા, ડેન્ગ્યુ, વાયરલ, ટાઈફોડ તથા કોલેરા જેવી બીમારીઓ અન્વયે મોરબી જિલ્લાની સ્થિતિ તથા તેની અટકાયત બાબતે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા દવા છંટકાવ, પાણી લીકેજ/ ક્લોરિનેશનનું યોગ્ય મોનિટરિંગ કરવા તથા ક્લોરીનટેસ્ટ અને બેક્ટેરિયોલોજિકલ તપાસ કરવા સુચના આપવામાં આવી હતી. હાલની પરિસ્થિતિએ લોકમેળા તથા અન્ય જાહેર સ્થળોએ ખાદ્ય સામગ્રીની ગુણવત્તા જળવાય તે માટે ફૂડ સેફટી ઇન્સ્પેક્શન કરવા પણ જણાવવામાં આવ્યું હતું.

મેલેરિયા તથા ડેન્ગ્યુના કેસ બાબતે જિલ્લામાં તઘન તપાસ અને સર્વ લેન્સની કામગીરી કરવા સુચના આપી મેલેરિયા ડેન્ગ્યુના કેસ ન વધે તે માટે જિલ્લા આરોગ્ય શાખા દ્વારા લેવામાં આવેલા પગલાની સમીક્ષા કરાઈ હતી. હોટલ, નેશનલ હાઈવે સહિતના રસ્તાઓ ઉપર પાણી ભરાયેલું રહેતું હોવાથી જો મચ્છરનો ઉપદ્રવ વધવાની સંભાવના હોય તેવા સંજોગોમાં નેશનલ હાઈવે ઓથોરિટી તથા સંબંધિતને નોટિસ આપવા પણ જણાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રાવસ્તવ, જિલ્લા આયોજન અધિકારી વી.બી. માંડલિયા, ચીફ ઓફિસરઓ, તાલુકા આરોગ્ય અધિકારીઓ તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ/ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News