મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સંચારી રોગચાળા અટકાયત-મેલેરિયા સહિતના રોગચાળા બાબતે સમીક્ષા બેઠક યોજાઈ


SHARE













મોરબી જિલ્લા સંચારી રોગચાળા અટકાયત-મેલેરિયા સહિતના રોગચાળા બાબતે સમીક્ષા બેઠક યોજાઈ

મોરબી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લામાં સંચારી રોગચાળા અટકાયત તથા મેલેરિયા નિવારણ માટે થયેલી કામગીરીની સમીક્ષા બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીકલેક્ટર કે.બી. ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લામાં પાણી/ ખોરાકજન્ય રોગચાળાની સ્થિતિક્લોરિનેશનની કામગીરીમેલેરિયાડેન્ગ્યુવાયરલટાઈફોડ તથા કોલેરા જેવી બીમારીઓ અન્વયે મોરબી જિલ્લાની સ્થિતિ તથા તેની અટકાયત બાબતે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા દવા છંટકાવપાણી લીકેજ/ ક્લોરિનેશનનું યોગ્ય મોનિટરિંગ કરવા તથા ક્લોરીનટેસ્ટ અને બેક્ટેરિયોલોજિકલ તપાસ કરવા સુચના આપવામાં આવી હતી. હાલની પરિસ્થિતિએ લોકમેળા તથા અન્ય જાહેર સ્થળોએ ખાદ્ય સામગ્રીની ગુણવત્તા જળવાય તે માટે ફૂડ સેફટી ઇન્સ્પેક્શન કરવા પણ જણાવવામાં આવ્યું હતું.

મેલેરિયા તથા ડેન્ગ્યુના કેસ બાબતે જિલ્લામાં તઘન તપાસ અને સર્વ લેન્સની કામગીરી કરવા સુચના આપી મેલેરિયા ડેન્ગ્યુના કેસ ન વધે તે માટે જિલ્લા આરોગ્ય શાખા દ્વારા લેવામાં આવેલા પગલાની સમીક્ષા કરાઈ હતી. હોટલનેશનલ હાઈવે સહિતના રસ્તાઓ ઉપર પાણી ભરાયેલું રહેતું હોવાથી જો મચ્છરનો ઉપદ્રવ વધવાની સંભાવના હોય તેવા સંજોગોમાં નેશનલ હાઈવે ઓથોરિટી તથા સંબંધિતને નોટિસ આપવા પણ જણાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રાવસ્તવજિલ્લા આયોજન અધિકારી વી.બી. માંડલિયાચીફ ઓફિસરઓતાલુકા આરોગ્ય અધિકારીઓ તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ/ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News