મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં આમ આદમી પાર્ટીની જાહેર સભામાં યુવાનને તમાચો મારનાર સામે પોલીસ કાર્યવાહી


SHARE









મોરબીમાં આમ આદમી પાર્ટીની જાહેર સભામાં યુવાનને તમાચો મારનાર સામે પોલીસ કાર્યવાહી

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગરમાં સોમવારની રાત્રે આમ આદમી પાર્ટીની સભા યોજાઈ હતી અને તેમાં પ્રદેશના પ્રમુખ સભાને સંબોધી રહ્યા હતા ત્યારે સ્થાનિક યુવાન દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારની કામગીરીને લઈને પ્રશ્નો પૂછવા માટે ઊભો થયો હતો અને તેને પ્રદેશ પ્રમુખ દ્વારા જવાબ આપવામાં આવે તે પહેલા જાહેર સભામાં ગાલ ઉપર તમાચો માર્યો હતો જેથી ભોગ બનેલ યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે તમાચો મારનારને પકડીને અટકાયતી કાર્યવાહી કરી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

મોરબીમાં નાની કેનાલ રોડ ઉપર ઉપાસના પેલેસમાં રહેતા ભરતભાઈ ડાયાભાઈ ફુલતરીયા (40)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અશ્વિનભાઈ કરસનભાઈ નાગપરાની સામે ફરિયાદ કરી હતી કે, મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવી આવ્યા હતા અને જાહેરસભાને સંબોધી રહ્યા હતા ત્યારે ફરિયાદી ઈશુદાન ગઢવીને પ્રશ્નો પૂછવા માટે ઊભો થયો હતો ત્યારે ઈશુદાન ગઢવી દ્વારા જવાબ આપવામાં આવે તે પહેલા ફરિયાદીના ગાલ ઉપર અશ્વિન નાગપરા દ્વારા માઈકને આંચકી લેવા માટે બોલાચાલી કરીને તમાચો મારવામાં આવ્યો હતો આ બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને અશ્વિનભાઈ કરસનભાઈ નાગપરાને પકડીને તેની સામે અટકાયતી કાર્યવાહી કરી હતી તેવી માહિતી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ રાકેશ પટેલ પાસેથી જાણવા મળેલ છે.




Latest News