મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામે વાડીમાં અને ગણેશપર ગામે જાહેરમાં જુગાર રમતા 8 પકડાયા: 1.73 લાખથી વધુની રોકડ સાથે પકડાયા


SHARE

















ટંકારાના સજનપર ગામે વાડીમાં અને ગણેશપર ગામે જાહેરમાં જુગાર રમતા 8 પકડાયા: 1.73 લાખથી વધુની રોકડ સાથે પકડાયા

ટંકારા તાલુકાના સજનપર અને ગણેશનગર ગામે જુદી જુદી બે જગ્યા ઉપર પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા કુલ મળીને 8 શખ્સો મળી આવ્યા હતા જેની પાસેથી પોલીસે કુલ 1.73 લાખથી વધુની રોકડ કબજે કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ બે ગુના નોંધાયા છે.

ટંકારા તાલુકાના સજનપર ગામે આવેલ રાતડીયા ના માર્ગ ઉપર મનિષ જીવરાજભાઈ ગોધાણી વાડી ની ઓરડીમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે મનીષભાઈ જીવરાજભાઈ ગોધાણી (35) રહે. ઓમપાર્ક શિવ એપાર્ટમેન્ટ નાની કેનાલ રોડ મોરબી, મયુરભાઈ હરજીવનભાઈ છત્રોલા (42) રહે. લખાધીર નગર મોરબી, પિયુષભાઈ મનસુખભાઈ સાણજા (36) ૐપર્ક શિવ એપાર્ટમેન્ટ નાની કેનાલ રોડ મોરબી, સુમિતભાઈ કાંતિભાઈ જીવાણી (35)રહે વિજયનગર રામદેવપીર મંદિર પાસે મોરબી તથા કલ્પેશભાઈ રામજીભાઈ રાકજા (45) રહે ઉમિયા ચોક શ્રી હરિ એપાર્ટમેન્ટ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1,65,000 ની રોકડ સાથે આરોપીઓની ધરપકડ કરી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે ગણેશપર ગામે વિક્રમભાઈ છીપરીયા ના ઘરની બહાર શેરીમાં જુગારની હેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વિક્રમભાઈ કુંભાભાઇ છીપરીયા (23) સાગરભાઇ સુરેશભાઈ છીપરીયા (20) અને જસમતભાઈ રઘુભાઈ સાડમિયા (25) રહે બધા ગણેશપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય 8330 ની રોકડ સાથે આરોપીઓની ધરપકડ કરી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

ઘરાાંથી 6 બોટલ દારૂ ઝડપાયો
મોરબીના રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડ એમ 68 ત્રીજા માટે બ્લોક નંબર 376 માં રહેતા મનોજ ખારચીયા ના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે દારૂની રેડ કરી હતી અને સ્થળ ઉપરથી દારૂની છ બોટલ મળી આવતા પોલીસે 7200 રૂપિયાની કિંમતનો દારૂ કબજે કર્યો હતો જો કે રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી મનોજ ઉર્ફે મનીસ કિશોરભાઈ ખારચિયા રહે ગુજરાત હાઉસિંગ બોર્ડ એમ 68 ત્રીજા માળે બ્લોક નંબર 376 વાળો હાજર ન હોય તેની સામે ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરે છે




Latest News