માળીયા (મી)ના રોહીશાળા ગામે જુગાર રમતા પાંચ પકડાયા, વાંકાનેરમાં જુગારની રેડ ચાર ઝડપાયા
SHARE








માળીયા (મી)ના રોહીશાળા ગામે જુગાર રમતા પાંચ પકડાયા, વાંકાનેરમાં જુગારની રેડ ચાર ઝડપાયા
માળીયા મીયાણા તાલુકાના રોહીશાળા ગામની સીમમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસ તેની પાસેથી 34700 ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
માળિયા તાલુકાના રોહીશાળા ગામની સીમમાં આવેલ તળાવની પાળ પાસે ખુલ્લા મેદાનમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્રવીણભાઈ પ્રભુભાઈ કાલરીયા (50) રહે. રોહીશાળા, જેન્તીભાઈ જગજીવનભાઈ બાપોદરીયા (59) રહે. ખાખરેચી, રતિલાલ જગજીવનભાઈ કાલરીયા (46) રહે. રોહીશાળા, સુમિતભાઈ સુરેશભાઈ પટેલ (39) રહે. રવાપર કેનાલ ચોકડી મોરબી બળદેવભાઈ જીવરાજભાઈ કૈલા (66) રહે ખાખરેચી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 34,700 ની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે
વાંકાનેરના નવાપરામાં સોવારિયા પાસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સંજયભાઈ કરસનભાઈ ડાભી (35), મહેશભાઈ દામજીભાઈ ભખવાડિયા (36), વિજય ઉર્ફે રાહુલભાઈ સોમાભાઈ ધોરીયા (35) અને કાનો ઉર્ફે બાબુ કરસનભાઈ ડાભી (26) રહે બધા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1,050 ની રોકડ સાથે ધરપકડ કરી છે
બાઇક ચોરી
વાંકાનેરમાં બસ સ્ટેશન પાસે સરકારી પુસ્તકાલયની નીચે આરોગ્યનગર વિસ્તારમાં રહેતા ગેલાભાઈ શીવાભાઈ સાપરા (46) એ સીટી પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે તેઓએ પોતાના ઘર પાસે બાઈક નંબર જીજે 3 સી એચ 5416 પાર્ક કરીને મૂક્યું હતું જે 15,000 રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીના કપડવવા માટે તજ શરૂ કરી છે
જાહેરનામાનો ભંગ
વાંકાનેર તાલુકાના ઢુવા ગામના સીમમાં જુના સિરામિક સામે શ્રી હરી ઇન્ડસ્ટ્રીઝ માં પરપ્રાંતિય મજૂરો કામ કરતા હતા જેની માહિતી મોરબીમાં અપલોડ કરવામાં આવી ન હતી સંજયભાઈ કાનજીભાઈ જેટલોજા (36) રહે ઘુનડા રોડ કલ્યાણ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 302 મોરબી વાળા ની સામે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
