મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર સુરજબારી પાસે ટ્રિપલ અકસ્માત: વાહનમાં આગ લાગતા બે બાળક સહિત ચાર વ્યક્તિ ભડથુ
SHARE








મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર સુરજબારી પાસે ટ્રિપલ અકસ્માત: વાહનમાં આગ લાગચા બે બાળક સહિત ચાર વ્યક્તિ ભડથુ
માળીયા મીયાણા તાલુકાના હરીપર ગામ થી આગળના ભાગમાં સૂરજબારી પુલ પહેલા કન્ટેનર પલ્ટી મારી ગયુ હતુ જેમા ટેન્કર અથડાયુ હતુ અને તેની સાઈડમાં અર્ટીકા ગાડી અથડાઇ હતી આ ત્રિપલ અકસ્માતના બનાવની અંદર વાહનોમાં આગ લાગતા અર્ટીકા ગાડીમાં બેઠેલા બે બાળકો તેમજ ટેન્કરના ડ્રાઇવર સહિત કુલ ચાર વ્યક્તિઓ ભડથું થઈ ગયા હતા અને સાત વ્યક્તિઓને નાના મોટી ઈજા થયો અને કારણે ઈજાગ્રસ્તોને સારવાર માટે સામખયારી ની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને વાહનોમાં આગ લાગી હોવાના કારણે મોરબી ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવીને વાહનોમાં લાગેલી આગને કાબુમાં કરવામાં આવી હતી
મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર રાત્રિના 11 વાગ્યાના અરસામાં માળિયાના હરીપર ગામની ગોળાઈથી આગળના ભાગમાં સૂરજબારી પુલ પહેલા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ટેનેકર અને અર્ટિકા કારમાં આગ લાગી જવાના કારણે કારમાં બેઠેલા લોકો પૈકી બે બાળક તેમજ ટેન્કરના ડ્રાઇવર અને ક્લિનર નું આગમાં ભડથુ થઈ જવાના કારણે મોત નીપજ્યું હતું ત્યારબાદ મૃતકોના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે જોકે અર્ટિકા કારમાં બેઠેલા સાત જેટલા વ્યક્તિઓને નાના મોટી ઈજા થયેલ હોવાના કારણે તે ઇજાગ્રસ્તોને સામખયારી ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવેલ છે
વધુમાં સૂત્ર પાસેથી મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાની હદમાં આવતા સુરજબારી પુલ પહેલા કન્ટેનર રોડમાં પલટી મારી ગયું હતું અને રોડ ઉપર પલટી મારી ગયેલા કન્ટેનરની પાછળના ભાગમાં ટેન્કર અથડાતા અકસ્માત થયો હતો અને ત્યારબાદ તેની પાછળના ભાગમાં રહેલ અર્ટિકા ગાડી ટેન્કર સાથે અથડાતા ત્રીપલ અકસ્માત નો બનાવ બન્યો હતો જે બનાવમાં કારમાં જુનાગઢ થી કચ્છના ગાંધીધામ બાજુ જઈ રહેલા બાળકો સહિત કુલ નવ વ્યક્તિઓ બેઠેલા હતા અને આ આગ લાગવાની ઘટના ના કારણે કારમાં બેઠેલા બાળકો પૈકી બે બાળક તેમજ ટેન્કરને ક્લીનરનું મોત નીપજ્યું છે
મોરબી સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી વિગત પ્રમાણે જે વ્યક્તિઓના મોત નિપજ્યા છે તેમાં રુદ્ર ગોપાલભાઈ ગુજરીયા (15) મીઠી રોહર ગાંધીધામ, જૈમીન જગદીશભાઈ બાબરીયા (17) રહે મીઠી રોહર ગાંધીધામ અને શિવરામ મંગલરામ નાઈ રહે બિકાને રાજસ્થાન વાળો અને એક વ્યક્તિની ઓળખ કરવાની બાકી હોવાનું જાણવા મળી રહ્યું છે જો કે સાતમ આઠમના તહેવારનું વેકેશન પડ્યું હોવાથી જુનાગઢ ખાતે આહીર બોર્ડિંગ ખાતે રહીને અભ્યાસ કરતા કચ્છ બાજુના આહીર સમાજના આઠ વિદ્યાર્થીઓ અને એક ડ્રાઇવર આમ કુલ નવ વ્યક્તિઓ કારમાં ગાંધીધામ તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નો આ બનાવ બન્યો છે જેમાં બે બાળકો સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા છે જોકે માળીયા તાલુકા પોલીસ તથા મોરબી જિલ્લા એસપીને બનાવની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળ દોડી ગયા હતા અને અકસ્માત થયેલા વાહનોને રોડ સાઈડમાં ખસેડવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને કચ્છ મોરબી હાઇવે ને ક્લિયર કરવામાં આવ્યું છે
