વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી !
Breaking news
Morbi Today

મોરબીમાં ડીડીઓના અધ્યક્ષસ્થાને મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ


SHARE































મોરબીમાં ડીડીઓના અધ્યક્ષસ્થાને મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ

નારી વંદન ઉત્સવ સપ્તાહના અનુસંધાને ડીડીઓ જે.એસ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને ‘મહિલા નેતૃત્વ દિવસ" ની ઉજવણી જિલ્લા પંચાયત ખાતે કરવામાં આવી હતી. જેમાં મહિલાઓના સશક્તીકરણ તથા વિવિધ ક્ષેત્રોમાં તેમના નેતૃત્વના ઉદ્દેશ સાથે સરકારી વહીવટી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી વિશે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારીએ સરકારી વહીવટી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી અને સિવિલ સર્વિસમાં કારકિર્દી" વિષય પર વિસ્તૃત અને પ્રેરણાદાયી વાત કરી તેમણે જણાવ્યું હતું કે, આજે મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે અને સિવિલ સર્વિસ જેવી જવાબદારીભરી સેવાઓમાં પણ તેઓ સિદ્ધિ હાંસલ કરી રહી છે. તેમણે યુવતીઓને આવી કારકિર્દી તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરતા કહ્યું કે તમારામાં ક્ષમતા છે, સંકલ્પ છે, તો પોતાના સપનાને પાંખ આપો અને દેશના વહીવટી તંત્રનો ભાગ બનીને પરિવર્તન લાવો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ.ગઢવીએ વિવિધ ક્ષેત્રોમાં મહિલા નેતૃત્વ અંગે મહત્વપૂર્ણ દૃષ્ટિકોણ રજૂ કર્યો અને મહિલાઓના આર્થિક, શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં તેમનાં યોગદાન અંગેની પ્રેરણાત્મક વાત કરી હતી. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતી Top-10 દીકરીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.












Latest News