મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસા-વેસ્ટ પેપરના ભાવમાં વધારો અને તૈયાર માલની ડિમાન્ડ ઘટતા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો મોરબીના રવાપર ઘુનડા રોડે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક અકસ્માતના બનાવમાં ભડથું થઈ ગયેલ ચાર વ્યક્તિના ડીએનએ કરીને પરિવારોને મૃતદેહ સોંપશે


SHARE







માળીયા (મી) નજીક અકસ્માતના બનાવમાં ભડથું થઈ ગયેલ ચાર વ્યક્તિના ડીએનએ કરીને પરિવારોને મૃતદેહ સોંપશે

માળીયા (મી) કચ્છ હાઇવે ઉપર હરીપર ગામથી આગળના ભાગમાં ત્રિપલ અકસ્માત થયો હતો જે બનાવમાં બે બાળક સહિત ચાર લોકોના મોત નિપજ્યાં છે જો કે,  ચારેય મૃતકોની ઓળખ મળી ગયેલ છે પરંતુ તમામની બોડી ભડથું થઈ ગયેલ હોવાથી ડીએનએ ટેસ્ટ કરીને મૃતકના પરિવારને મૃતકોની બોડી આપવા માટેની કાર્યાવહી કારવામાં આવી રહી છે

મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર ગુરુવારે રાત્રિના 11 વાગ્યાના અરસામાં માળિયાના હરીપર ગામની ગોળાઈથી આગળના ભાગમાં સૂરજબારી પુલ પહેલા ત્રિપાલ અકસ્માતનો બનાવ બનેલ હતો અને તે બનાવમાં જુનાગઢમાં આવેલ આહીર બોર્ડિંગમાંથી રક્ષાબંધન અને જન્માષ્ટમીનું વેકેશન પડ્યું હોવાથી આર્ટિકા કારમાં ગાંધીધામ બાજુ પોતાના વતનમાં જતાં બાળકો બેઠેલા હતા તે આર્ટિકા કાર અને ટ્રક ટ્રેલરમાં આગ લાગી હતી.

આ બનાવમાં ટ્રક ટ્રેલરના ડ્રાઈવર શીવરામ મંગલરામ નાઈ (27) અને કાલીનર કિશન રામલાલ નાયક (21) રહે. બંને બિકાનેર રાજસ્થાન તેમજ રુદ્ર ગોપાલભાઈ ગુજરીયા (15) અને જૈમીન જગદીશભાઈ બાબરીયા (15) રહે. બંને મીઠી રોહર, ગાંધીધામ વાળા ગાડીમાં જ ભડથું થઈ ગયા હતા જેથી તે ચારેયના મોત નીપજયાં હતા. જો કે, આ બનાવમાં ક્રિષ્ના ગોપાલભાઈ જરૂ (17), શિવમ નારણભાઈ બાપોદરા (17), મીત રમેશભાઈ બાબરીયા (13), વિષ્ણુભાઈ દેવરાજભાઈ ડાંગર (15), શાંતિલાલ વેલજીભાઈ આહિર (40) અને ગૌતમ બિરબલરામ (33) ને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવેલ છે.

આ બનાવને લઈને ડીવાયએસપી સમીર સારડાની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, કચ્છા બાજુથી આવતા કન્ટેનરના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતાં તેનું વાહન ડિવાઈડર કૂદીને સામેના રોડ ઉપર આવી ગયું હતું ત્યારે આર્ટિકા કાર અને ટ્રેલર બંને મોરબીથી કચ્છ તરફ જતાં હતા તે વાહનના ચાલકોએ પોતાના વાહનોને કંટ્રોલ કરવા જતાં સમય અકસ્માત થયો હતો અને ટ્રેલરની ડીઝલ ટેન્ક તૂટી જવાના લીધે આગ લાગી હતી અને આ બનાવમાં ચાર લોકોના મોત નિપજ્યાં છે અને મૃતકના નામ મળી ગયા છે પરંતુ તેઓની બોડી ભડથું થઈ ગયેલ છે જેથી કરીને ડીએનએ કરીને તેઓના વાળીને બોડી આપવામાં આવશે તેવી જાણવા મળ્યું છે. 




Latest News