મોરબીમાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું રાજકોટ ખાતે સારવારમાં મોત: મોરબીની સબજેલમાંથી બીમારી સબબ સારવારમાં ખસેડાયેલ વૃદ્ધનું મોત
SHARE








મોરબીમાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું રાજકોટ ખાતે સારવારમાં મોત: મોરબીની સબજેલમાંથી બીમારી સબબ સારવારમાં ખસેડાયેલ વૃદ્ધનું મોત
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયાનગર સોસાયટીમાં રામદેવ પેલેસમાં રહેતા યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે પ્રથમ મોરબીને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતા જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઉમિયાનગર સોસાયટીમાં આવેલ રામદેવ પેલેસમાં રહેતા નિખીલભાઈ મથુરભાઈ ભાલીયા (25) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આપઘાતના આ બનાવ અંગે હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની તપાસ વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા છે
જ્યારે મૂળ જામખંભાળિયાના રહેવાસી અને હાલમાં મોરબીમાં સબજેલમાં રહેતા ભરતભાઈ વ્રજલાલ પરમાર (64) નામના વૃદ્ધને બીમારીની સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
