મોરબી જિલ્લાના હળવદ-માળિયા હાઇવે ઉપર ટ્રક ચાલકને માર મારીને બે બેટરી અને રોકડ મળી 15,000 ની લૂંટ, બે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધાયો
SHARE








મોરબી જિલ્લાના હળવદ-માળિયા હાઇવે ઉપર ટ્રક ચાલકને માર મારીને બે બેટરી અને રોકડ મળી 15,000 ની લૂંટ, બે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધાયો
મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગંભીર બનાવો બની રહ્યા છે.જેમાં થોડા દિવસો પહેલા ટંકારા નજીક હોટલ પાસે થયેલા લૂંટ, તાજેતરમાં રાજપર ગામે થયેલ મર્ડર સહિતના બનાવો વચ્ચે મોરબીમાં લૂંટનો બનાવ સામે આવ્યો છે.જેમાં હળવદ-માળીયા હાઇવે ઉપર ટ્રક બંધ પડેલો હોય અને ત્યારે કારમાં આવેલા બે ઇસમો દ્વારા લાકડાના ધોકા વડે ટ્રક ચાલકને માર મારવામાં આવ્યો હતો અને તેની પાસેથી રોકડા રૂપિયા 5000 બળજબરીથી કઢાવી લઈને તથા ટ્રકની બે બેટરીઓ લુંટી જવામાં આવી હતી.આમ કુલ મળીને રૂપિયા 15,000 ની લૂંટ ચલાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કિરણભાઈ બબાભાઈ રાવલ રાવળદેવ (ઉમર 31) ધંધો ડ્રાઇવિંગ રહે.રબારીવાસ ભરડવા ગામ તાલુકો સુઇગામ જીલ્લો બનાસકાંઠા એ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.જેમાં બે અજાણ્યા ઈસમો ઉમર વર્ષ આશરે 30 થી 35 વર્ષનાઓ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તા.7-8 ના વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં મોરબી જિલ્લાના હળવદ-માળિયા હાઇવે ઉપર આવેલ તુલસીવન પેટ્રોલ પંપ તથા મામા લેમીનેટ કારખાનાની વચ્ચેના ભાગે તેમના ટ્રકનું વ્હીલ ફાટી જવાથી ટ્રકને રોડ સાઈડમાં પાર્ક કર્યો હતો અને તેઓ ત્યાં હતા.દરમિયાનમાં બે અજાણ્યા ઇસમો કે જેઓ કારમાં આવ્યા હતા અને કારને દૂર મૂકીને હાથમાં લાકડાનો ધોકો તથા લોખંડના પાના લઈને છૂપી રીતે તેઓ ટ્રક પાસે પહોંચ્યા હતા અને ટ્રકની બેટરી ખોલતા હતા ત્યારે ફરિયાદી કિરણભાઇએ તેઓને આમ કરવાની ના પાડતા બે પૈકીના એક શખ્સે લાકડાના ધોકા વડે ટ્રક ડ્રાઇવર કિરણભાઈ રાવળદેવને માર માર્યો હતો અને બળજબરીપૂર્વક કિરણભાઈ પાસે રહેલ રોકડા રૂપિયા 5000 ની લૂંટ ચલાવી હતી.તેમજ ટ્રકની બે બેટરીઓ કિંમત રૂપિયા 10,000 એમ કુલ મળીને રૂા.15,000 ની લૂંટ ચલાવવામાં આવી હતી.હાલમાં કિરણભાઇએ કારમાં આવેલા બે અજાણ્યા 30-35 વર્ષના ઇસમો સામે ફરિયાદ નોંધાવી હોય પોલીસે લુંટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી લુંટારૂઓને પકડવા આગળની તપાસ શરૂ કરેલ છે.તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એચ.એસ.તિવારી તપાસ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળે છે.
યુવાન સારવારમાં
મોરબીના બગથડા ગામ પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં મેહુલભાઈ રામભાઈ જારીયા (24) રહે.તુલસી પાર્ક સોસાયટી કંડલા બાયપાસને ઇજાઓ થતા અત્રેની ઓમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયો હતો.જ્યારે જીકીયારી ગામના રામજીભાઈ ચતુરભાઈ બાવરવા નામના 70 વર્ષના વૃદ્ધ બાઈકમાં બેસીને ખેતર બાજુ જતા હતા ત્યાં રસ્તામાં તેઓનો અકસ્માત થતાં તેઓને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે પાનેલી ગામે બાઈકમાં બેસીને જઈ રહેલ જીયાન્સ બાબુભાઈ કનજારિયા નામનો ચાર વર્ષનો બાળક બાઇકમાંથી પડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો અને મોરબીના વીસીપરા પોલીસ ચોકી નજીક કોઈ દ્વારા માર મારીને મોબાઈલ પડાવી લેવામાં આવતા પ્રેમ હરેશભાઈ પટેલ (26) રહે.શિવમ હોસ્પિટલ પાસે મહેન્દ્રનગર ને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
