મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ અને અને હળવદમાં પડી જવાથી ઇજા પામેલા એક-એક યુવાનનું મોત


SHARE

















ટંકારાના લજાઈ અને અને હળવદમાં પડી જવાથી ઇજા પામેલા એક-એક યુવાનનું મોત

ટંકારાના લજાઈ ગામે મોરબી એન્જિનિયરિંગ વર્ક કારખાનામાં વેલ્ડીંગ કામ કરતા વખતે પતરા  ઉપરથી નીચે પડતા માથામાં ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રી નગરશેરી નંબર 4 માં રહેતા કલ્પેશભાઈ મનસુખભાઈ બસિયા (33) નામનો યુવાન ટંકારા તાલુકાના લજાઈ ગામે મોરબી એન્જિનિયરિંગ વર્ક નામના કારખાનામાં બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં વેલ્ડીંગ કામ કરી રહ્યો હતો ત્યારે કામ કરતા સમયે પતરા ઉપરથી નીચે પડવાના કારણે તે યુવાનને માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની મનસુખભાઈ બચુભાઈ બસિયા (59) રહે. વાવડી રોડ ગાયત્રી નગર શેરી નંબર 4 મોરબી વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી

હળવદમાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત

હળવદમાં રામદેવપીરના મંદિર વાળી શેરીમાં સુરજભાઈ કાઠી (42) નામનો યુવાન ગત તા. 6/8 ના રોજ સવારના સમયે કોઈ પણ કારણોસર પડી ગયો હતો જેથી તેને ઇજા થઈ હતી અને જેથી તે યુવાનને પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી અને ત્યારબાદ રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કરગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનનું આખું નામ કે ચોક્કસ સરનામું ન હોવાથી તે શોધવા માટે થઈને પોલીસે આગળની તપાસ તજવીજ હાથ ધરી છે




Latest News