મોરબી શહેર-તાલુકા અને હળવદ તાલુકામાં દારૂની 5 રેડમાં 110 બોટલ દારૂ ઝડપાયો મોરબીના જુના લીલાપર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત હળવદના ગોલાસણ ગામે વાડીએ જાટકાના વાયરમાંથી શોર્ટ લાગતા યુવાનનું મોત ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવા શક્તિ ગ્રુપ દ્વારા અને પોલીસ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરાઈ


SHARE













મોરબીમાં યુવા શક્તિ ગ્રુપ દ્વારા અને પોલીસ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરાઈ

હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશનના ધ્યેય સાથે સમગ્ર મોરબી જિલ્લાના લોકોને બ્લડની ઈમરજન્સી જરૂરિયાત પૂરું પાડતા યુવા શક્તિ ગ્રુપના મહિલા સભ્યો દ્રારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને રક્ષકોની રક્ષાના સૂત્ર સાથે યુવા શક્તિ ફાઉન્ડેશન ગ્રુપના મહિલા સભ્યો દ્વારા મોરબી જિલ્લાના સલામતી તેમજ કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા ખડેપગે રહેતા એવા મોરબીના એકમાત્ર ફાયરબ્રિગેડની મુલાકાત લેવામાં આવી હતી અને યુવા શક્તિ ફાઉન્ડેશન ગ્રુપની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. જયારે મોરબીના એસપીની સૂચના અને માર્ગદર્શન મુજબ રક્ષાબંધન પર્વ નિમિત્તે ટ્રાફિક શાખા દ્વારા મોરબીની જનતાને નગર દરવાજા ખાતે ટી.આર.બી બહેનો દ્વારા રાખડી બાંધી પબ્લિક સુરક્ષા માટે હેલ્મેટ પહેરે તેવી અપીલ કરી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવેલ છે. આવી જ રીતે મોરબીના વૃદ્ધાશ્રમ ખાતે મહિલા પીઆઇ અને પીએસઆઈ સહિતના મહિલા કર્મચારીઓ ગયા હતા અને ત્યાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી






Latest News