મોરબીના શનાળા રોડ ઉપર રહેતી સગીરવયની યુવતીનું અપહરણ, ગુનો નોંધાતા તપાસ શરૂ
મોરબી : રસોઈ બનાવતા દાજી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત
SHARE








મોરબી : રસોઈ બનાવતા દાજી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત
જામનગરના ધ્રોલ પાસે આવેલ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા આધેડ મહિલા રસોઈ બનાવતા સમયે દાજી ગયા હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા અને અહિં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે જામનગરના ધ્રોલ પાસે આવેલ માધાપર ગામે રહેતા સવિતાબેન મકનભાઈ કાનાણી નામના ૬૨ વર્ષના આધેડ મહિલા ગત તા.૬-૮ ના સવારે છએક વાગ્યે તેઓના ઘરે રસોઈ બનાવતી વેળાએ દાજી ગયા હોય તેઓને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.અહીં સારવાર દરમિયાન તેઓનું મોત નિપજેલ હોય બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.જેથી મોરબી એ ડિવિઝન પોલીસ મથકના ડી.એ.જાડેજાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે આગળની તપાસ અર્થે ધ્રોલ પોલીસને જાણ કરી હતી.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના આલાપ રોડ અંજની પાર્ક સોસાયટી ખાતે રહેતો સતિષભાઈ ચુનીલાલ અઘારા (૩૮) નામનો યુવાન રવાપર-ઘુનડા રોડ ઉપર ન્યુએરા સ્કુલ નજીકથી બાઇક લઇને જતો હતો.ત્યાં રસ્તામાં બાઈક સ્લીપ થતા ઇજા પામતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. તે રીતે જ મોરબીના એસપી રોડ ખાતે રહેતો રમેશ ભરતભાઈ રાડીયા નામનો ૧૯ વર્ષનો યુવાન ત્યાં આવેલ કરશન ઘાવરી એકેડમી નજીકથી બાઇક લઈને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થઇ જતા તે પડી ગયો હોય સારવાર માટે દવાખાને લઇ જવામાં આવ્યો હતો.
મારામારીમાં ઇજા
મોરબીના શંકર આશ્રમ નજીક થયેલ મારામારીના બનાવમાં કરણ રમેશભાઈ અગેચાણીયા (૧૭) રહે.કબીર ટેકરી મોરબીને ઇજા થતા સારવાર માટે લઈ જવાયો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઇજા પામેલ અમિત પ્રભુભાઈ વારનેસીયા (૩૬) રહે.જૂના નાગડાવાસને અત્રે ઓમ ઓર્થોપેડિક હોસ્પીટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને મોરબી કાલીકા પ્લોટમાં રહેતા ભરતભાઇ હરિભાઈ તન્ના (ઉમર ૫૫) ને મહારાણા પ્રતાપ સર્કલ પાસે કોઈ કારણોસર પડી ગયા હોય માથામાં ઇજા થતા ૧૦૮ વડે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.
વૃદ્ધા-મહિલા સારવારમાં
મોરબીના શનાળ રોડ જીઆઇડીસી સામે રહેતા મીનાક્ષીબેન મહેન્દ્રભાઈ મહેતા નામના ૭૨ વર્ષના વૃદ્ધા તા.૧૧-૮ ના સાંજે આઠેક વાગ્યાના અરસામાં અરિહંત સોસાયટી વિસ્તારમાં બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે બાઈકમાંથી નિચે પડી ગયા હોય તેઓને સારવાર માટે અત્રેની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબી નગર દરવાજા ચોક શાક માર્કેટ પાસે થયેલ અકસ્માત બનાવમાં ઈજા થતાં હંસાબેન દેવજીભાઈ વરાણીયા (૪૩) રહે.ફિલ્ટર હાઉસ પાસે લીલાપર રોડ મોરબીને પણ અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા.
