મોટી દુર્ઘટના ટળી: મોરબીના શનાળા નજીક સ્ટ્રીટ લાઇટના અર્થીગ માટે ખાડો ખોદતાં સમયે ગેસની લાઇનમાં લીકેજ
SHARE








મોટી દુર્ઘટના ટળી: મોરબીના શનાળા નજીક સ્ટ્રીટ લાઇટના અર્થીગ માટે ખાડો ખોદતાં સમયે ગેસની લાઇનમાં લીકેજ
મોરબી નજીકના શનાળા ગામથી રાજપર તરફ જવાના રસ્તા ઉપર ભગડામામા સર્કલ નજીક ગેસની લાઇનમાં લીકેજ થયું હતું જો કે તે બનાવની સમયસર ગેસ કંપનીને જાણ કરવામાં આવતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.
મોરબીના શનાળા ગામ નજીક સ્ટ્રીટ લાઈટના થાંભલાના અર્થિંગ કરવાનું હતું જેથી કરીને ખોદકામ કરતાં હતા તેવામાં ગેસ લાઈનમાં લીકેજ થઈ ગયું હતું જેથી થોડી વાર માટે લોકોના જીવ અધર થઈ ગયા હતા જો કે, આ બનાવની તાત્કાલિક ગુજરાત ગેસ કંપનીને જાણ કરવામાં આવતા તેની ટિમ ત્યાં દોડી આવી હતી અને ગેસ લાઇનને રીપેર કરવામાં આવી હતી જેથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી
